fbpx
અમરેલી

ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી – સાવરકુંડલા દ્વારા નવરાત્રિના તહેવારો ને અનુલક્ષીનેસી.પી.આર. (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) તાલીમનું આયોજન…

સમગ્ર સૌરાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં યુવાનોમાં હાર્ટ એટેક નું પ્રમાણ વધ્યું છે અને લગભગ  છેલ્લા આઠ મહિનાથી સતત યુવાનોના હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ રહ્યા છે. તેથી  નાની ઉંમરના અને યુવાનોને હાર્ટ એટેક ના કેસ દિન-પ્રતિદિન વધતા જતા જોવા મળી રહ્યા હોય, આગામી નવરાત્રીના તહેવારોમાં ગરબા રમતા ખેલૈયાઓને આવી  કોઈપણ પ્રકારની તકલીફ થાય તો તેમની ઇમરજન્સી પહોંચી વળવા માટે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાન્ચ દ્વારા નવરાત્રી અને ગરબી મંડળ ના આયોજકો માટે ૧૨/૧૦/૨૦૨૩, ગુરૂવારે બપોરે ૨ઃ૦૦ થી ૪ઃ૦૦ કલાકે સી.પી.આર. (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન )માટેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. કોઈપણ વ્યક્તિને જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે ઘણી વખત સી.પી.આર. ટ્રીટમેન્ટ તેમના માટે જીવનદાયી સંજીવનીનું કાર્ય કરે છે. તેવું  ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/