fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ના સરપંચો એ જિ.વિ અધિકારી સહિત તમામ જી. ના ધારાસભ્ય સમક્ષ ગામડા ઓને પડતી વહીવટી અગવડો ના પ્રશ્ને રજુઆત

અમરેલી જિલ્લા ના ગ્રામ્ય સરપંચો ના નડતર પ્રશ્નો અંગે  જીલ્લા વિકાસ અધિકારી સાહેબ જીલ્લા પંચાયત અમરેલી સહિત અમરેલી જિલ્લા ના તમામ ધારાસભ્યો ને સરપંચો ને પડતી અગવડો ના નિરાકરણ મુદ્દે રજુઆત  અમરેલી જીલ્લા ના ગ્રામ પંચાયત ના સરપંચશ્રીઓ ને ગ્રામપંચાયત મારફત થતાં વિકાસ કામો તેમજ સરકારશ્રીની વિવિધયોજના ના અમલીકરણ માટે ગ્રામપંચાયતો ને નીચે મુજબના મુદ્દા નડતર રૂપહોય તો સત્વરે નિરાકરણ ની માંગણી છે

હાલ તાત્કાલિક અસર થી અમલ કરેલ પ્રાઈશા સોફ્ટવૅર થી વિકાસ કામો નું તેમજ કોઈ પણ પ્રકાર નું પેમેન્ટ આ સોફટવાર થી કરવા નો હુકમ થયેલ હોય, પરંતુ આ સોફ્ટવૅર માં કોઈ પણ નું પેમેન્ટ થતું નથી,તેમજ કનેક્ટિવિટી મળતી નથી, જેથી કરી ગ્રામપંચાયતો દ્વારા ચાલતા વિકાસ કામો નું પેમેન્ટ થતું નથી, ત્યારે હાલ છેલ્લા ૩૦ દિવસ થી કોઈ પણ જાત નું પેમેન્ટ થયુ નથી, અને ક્યારે થશે તેવો કોઈ જવાબ મળ્યો નથી,તો આ અંગે હાલ દિવાળી નો તહેવાર નજીક આવતો હોય તો ગ્રામ પંચાયતો ને પેમેન્ટ તાત્કાલિક ઓફલાઇન થી કરી આપવા વિનતિ.

તાજેતરમાં સરકાર શ્રી ની ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ ની ખરીદનીતિ ૨૦૧૬ જેમાં જેમ્સ પોર્ટલ થી તમામ વસ્તુ ખરીદવાનો આગ્રહ છે,આમ જેમ્સ દ્વારા ખરીદી કરવા થી જેમાં માર્કેટ રેટ બોવ ઊંચા ભાવે ખરીદી કરવી પડે છે, તેમજ ખરીદેલ માલ ની ગેરંટી તેમજ વૉરંટી માં પ્રોબ્લેમ ઊભો થાય છે,અને ઉપરોકત ખરીદી થી ગ્રામ પંચાયત ને નાણાંકીય નુકશાન વેઠવું પડતું હોય તો જેમ્સ ખરીદી કરવા ના હુકમ ને ફેર વિચારણા કરવા અમારી માંગણી છે.હાલ માં અમરેલી જીલ્લા માં ગ્રામ પંચાયતો દ્વારા જે વિકાસ કામો થાય છે રાહ છે જેના એસટીમેન્ટ માં માર્કેટ રેટ કરતાં એસ,,આર. ના રેટ ખૂબ જ નીચા છે,તો આ અંગે અમારી માંગણી છે કે જ્યારે ગ્રામપંચય તો ના વિકાસ કામો ના એસસટીમેન્ટ બનાવતી વખતે માર્કેટ રેટ ને ધ્યાન માં લઇ એસસટીમેન્ટ બનાવવા અમારી માંગણી છે. હાલ માં અમરેલી જીલ્લા માં ગ્રામ પંચાયતો માં તલાટી મંત્રી ની જગ્યા લાંબા સમય થી ઘણી જગ્યા ખાલી છે, જેના કારણે અરજદાર તેમજ સરકારશ્રી ની યોજના નું અમલીકરણ તેમજ કામગીરી માં વિલંબ પડે છે,તો અમારી માંગણી છે, કે વેહલીમાં વેહલી તકે ખાલી જગ્યામાં તલાટી મંત્રી શ્રી ની નિમણૂક કરવામાં આવે એવી અમારી માંગણીઓ ને તાત્કાલિક અસર થી કામગીરી થાય તેના માટે યોગ્ય કરવા કૌશિકભાઈ વેકરીયા ધારાસભ્ય શ્રી અમરેલી મહેશભાઇ કાશવાલા, ધારાસભ્ય શ્રી સાવરકુંડલા હીરાભાઈ સોલંકી ધારાસભ્યશ્રી રાજુલા જે.વી કાકડિયા ધારાસભ્ય શ્રી ધારી જનકભાઈ તળાવીયા, ધારાસભ્યશ્રી લાઠી ને પત્ર પાઠવી જાગૃત સરપંચ સુખડીયા ના નેતૃત્વ માં સમગ્ર અમરેલી જિલ્લા ના ગ્રામ્ય સરપંચો એ માંગ કરી છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/