fbpx
અમરેલી

દામનગર ભુરખિયા રોડ ઉપર રેલ્વે ઓવર બ્રિજ ના કામ માં અડચણ રૂપ દબાણદૂર થવા ખેડૂતો ને નોટિસો પાઠવી

દામનગર શહેર ના ભુરખિયા તરફ જતા સ્ટેટ ના લાઠી રોડ ઉપર સુચિત રેલ્વે ઓવર બ્રિજ ની કામગીરી માં અડચણ રૂપ દબાણ દૂર કરવા (૧) PIL-GIDC-ભાવનગર કચેરી ના પ્રતિનિધિ અને નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ પંચરોજ કામ તા.૧૯/૦૮/૨૦૨૩(૨) PI-GUDC ભાવનગર ના પત્ર (૩) તા.૧૫/૦૫/૨૦૨૩ ના રોજ GUDC કચેરી ગાંધીનગર દ્વારા આપવામાં આવેલ તાંત્રિક અને વહીવટી મંજુરી હકમ (૪) કાર્યપાલક ઇજનેરશ્રી ની કચેરી માર્ગ અને મકાન વિભાગ અમરેલી ના પત્ર નં.પીસીઆર ર૦ તા.૨૪/૦૨/૨૦૨૩ સહિત ના પત્રો હુકમો આદેશો નો હવાલો આપી ભુરખિયા રોડ ઉપર રેવન્યુ દફતરે ખેતી ની જમીન ધરાવતા ખેડૂતો ને દબાણદારો ગણી નોટિસો પાઠવવા માં આવી  દામનગર –ભુરખીયા રોડ પર આવેલ ફાટક LC NO.11C પર રેલ્વે ઓવર બ્રિજ સરકારશ્રી માંથી મંજુર થયેલ છે

જેની તાંત્રિક અને વહીવટી મંજુરી સંદર્ભ (૩) થી આવેલ છે.સંદર્ભ (૪) થી રોડના સેન્ટરથી ૧૨ મીટરની જગ્યા સરકારશ્રી હસ્તકની હોય તેવું જાણવા મળેલ છે તેમજ સંદર્ભ (૧) અને (ર) થી માપણી દરમ્યાન સુચિત રેલ્વે ઓવર બ્રિજ ના સુચિત કામમાં સરકારશ્રી ની માલિકીની જમીનમાં દબાણ થયેલ હોય તેવું પ્રતીત થાય છે તો જો રોડના સેન્ટર થી ૧૨ મીટર અંદર આવતી જમીન આપની માલિકી ની હોય તો અત્રે દિન – ૭ માં માલિકી ના આધાર પુરાવા સહ સાધનિક કાગળો રજુ કરવા જણાવવા માં આવે છે અન્યથા વડી કચેરી ની મારફત જે સુચના થઇ આવે તે મુજબ ની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપતી નોટિસો પાલિકા તંત્ર એ પાઠવી હતી ખેતી ની જમીન ધારણ કરતા દબાણદાર ખેડૂતો ને રોડ ના સેન્ટ્રલ થી ૧૨ દૂર ખસી જવા ની તાકીદ કરતી નોટિસ સામે ખેડૂતો ના સવાલ આ રસ્તો સ્ટેટ ગવર્મેન્ટ નો તો ૧૨ મીટર ની અંદર પાલિકા તંત્ર એ પેવર બ્લોક રસ્તા માર્ગ મકાન ની જગ્યા માં કેમ બનાવ્યા ? કરોડો ના ખર્ચે નાખેલ પેવર બ્લોક દબાણ માં નીકળી જવા ના હોય તો સ્ટેટ  ના રોડ જગ્યા માં  કરોડો નો ખોટો ખર્ચ કેમ કર્યો ?

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/