fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ આરોગ્ય ક્ષેત્રે અનેરી ઓળખ સ્થાપિત કરનાર શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે આવેલ ગાયનેક વિભાગની અદ્ભૂત કામગીરી. 

સાવરકુંડલા શહેરમાં આવેલ આરોગ્ય ક્ષેત્રે અનેરી ઓળખ સ્થાપિત કરનાર. દર્દી એ જ નારાયણનું સ્વરૂપ સમજીને તમામ આરોગ્યલક્ષી સારવાર નિશુલ્ક ધોરણે પ્રદાન કરનાર શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે આવેલ ગાયનેક વિભાગમાં એક દર્દી કે જેને ઘણા સમયથી પેટનો દુઃખાવો અને માસિકની તકલીફથી પીડાતા દર્દીના દર્દનું પરીક્ષણ કરતાં ગર્ભાશયની કોથળી ખૂબ જ મોટી માલૂમ પડી હતી. વળી આ દર્દીને લોહીના ટકા પણ ઓછા જોવા મળેલ. ગર્ભાશયની કોથળીની સાઈઝ ૨૦×૧૫ સીએમ હતી. વળી આ ગર્ભાશયની કોથળીમાં મોટી ગાંઠ કે જેનું કદ ૧૪×૧૨ સીએમ જેટલું માલુમ પડતાં તેનું સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું. આ ઓપરેશન સફળ બનાવવા માટે આ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડો. અઘેરા સાહેબ, ડો. સોની સાહેબ (એનેસ્થેસ્ટિક) ડો. મીરા તેરૈયા (મેડિકલ ઓફિસર), તથા નર્સિંગ સ્ટાફ ઉપાસના બેન, હેતલ બેન, જહાન્વી  બેન, તથા રજનીશ ભાઈને ફાળે જાય છે. આ હોસ્પિટલમાંથી હજારોની સંખ્યામાં દર્દીઓ સાજા થઈને હસ્તે મુખે પોતાના ઘરે વિદાય થતાં જોવા મળ્યાં છે. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ પ્રકાશભાઈ કટારીયા તથા સંસ્થાના પ્રમુખ શ્રી હરેશભાઈ મહેતા મંત્રી શ્રી દિવ્યકાંતભાઇ સૂચક સમેત તમામ ટ્રસ્ટીગણ પૂ. મોરારી બાપુની નિશ્રામાં હોસ્પિટલની પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહેતાં જોવા મળેલ છે.

આ હોસ્પિટલની તમામ આરોગ્યલક્ષી સારવાર સંપૂર્ણ નિશુલ્ક ધોરણે પ્રદાન કરવામાં આવે છે. અને ખાસ કરીને કોર્પોરેટ હોસ્પિટલો જેવી તબીબી સારવાર અને તે પણ સંપૂર્ણ નિશુલ્ક સાથે દવા તમામ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ અને દર્દીને તથા સાથે આવેલ એક દર્દીના સ્નેહીજનને પણ ભોજન નાસ્તો ચા પાણીની સેવા  નિશુલ્ક ધોરણે પ્રદાન કરવામાં આવે છે. એક વખત આ સંસ્થાની મુલાકાત લેવા જેવી ખરી.. અને પ્રત્યક્ષ પ્રમાણ નિહાળી મનભરીને દાન કરવા જેવું પવિત્ર સ્થાન ગણીએ એવું વૈષણવજનની ઓળખ સમી હોસ્પિટલ ગણી શકાય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/