fbpx
અમરેલી

જિલ્લાના દરેક તાલુકામાં આંતરરાષ્ટ્રીય ‘દીકરી દિવસ’  નિમિત્તે તા. ૧૧ ઓકટોબરથી ૧૩ઓકટોબર ૨૦૨૩ દરમિયાન કિશોરી મેળા યોજાશે

 મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક મહિલા કલ્યાણ પ્રભાગ હેઠળ વર્ષ ૨૦૧૫થી “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના તથા “વ્હાલી દીકરી” યોજના વર્ષ ૨૦૧૯થી તથા આઈ.સી.ડી.એસ ખાતે વર્ષ ૨૦૧૮ થી “પૂર્ણા” યોજના કાર્યાન્વિત છે. આ તમામ યોજનાઓના સૂચકાંક દીકરી જન્મને પ્રોત્સાહન, દીકરીઓના શિક્ષણ, પોષણ, બાળ લગ્ન, સલામતી અને સુરક્ષા મુખ્ય હોવાથી આ યોજનાઓનું સંકલન ભારત સરકાર ની થીમ “સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત” હેઠળ સંયુક્ત ઉપક્રમે જિલ્લા તથા તાલુકા કક્ષાએ તા. ૧૧ ઓકટોબરથી ૧૩ ઓકટોબર – ૨૦૨૩ સુધી “સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત” થીમ હેઠળ “કિશોરી મેળા”નું આયોજન કરવામાં આવ્યું  છે. જેમાં સ્વરક્ષણ તાલીમ અને સાયબર ક્રાઇમ વિષે જાગૃતિ, કિશોરીઓ માટે વિવિધ વિભાગો દ્વારા કાર્યરત યોજનાઓના સ્ટોલ, મિલેટસ અને પૂર્ણાશક્તિ માંથી બનતી વિવિધ વાનગીઓનું નિદર્શન,વિવિધ નિષ્ણાંતો દ્વારા જુદા જુદા વિષયો અંગે માર્ગદર્શન અને જનજાગૃતિ અર્થે સંદેશાઓ પ્રસારણ વગેરે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે, તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/