fbpx
અમરેલી

સાવરકુંડલા એ.પી.એમ.સી. માં મગફળીની આવક શરૂ, ૧૧૦૦ થી ૧૪૫૦ રૂપિયા સુધીના ભાવ બોલાયા…

અમરેલી જિલ્લામાં મગફળીનું બમ્પર વાવેતર થયા બાદ યાર્ડમાં નવી આવક શરૂ થઈ ચૂકી છે. જિલ્લાના સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની નોંધપાત્ર આવક શરૂ થઈ ચૂકી છે. ખેડૂતોને હાલ ૧૧૦૦ રૂપિયાથી ૧૪૫૦ રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. ત્યારે ખેડૂતો આ ભાવમાં વધારો થાય તેવી આશા સેવી રહ્યા છે.

સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડમાં મગફળી વેચવા આવેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે, મગફળીના ભાવ રૂપિયા ૧૭૦૦ થી ૨૦૦૦ આસપાસ હોય તો ખેડૂતને પોસાય તેમ છે. દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે ત્યારે ખાતર બિયારણ અને મજૂરીના ખર્ચને કારણે ખેતી મોંઘી થઈ રહી છે. ત્યારે શહેરમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા સરકાર ખેડૂતોને મગફળીની વહેલી તકે ખરીદી કરી પોષણક્ષમ ભાવ આપે તેવું ખેડૂતો ઇચ્છી રહ્યા છે.

આ વખતે ગત વર્ષની સરખામણીમાં મગફળીના ભાવ ઓછા છે પરંતુ મજૂરી ખર્ચ ખાતર અને બિયારણનો ખર્ચ વધી જાય છે ગત વર્ષે મજૂરી નો ભાવ રૂ.૩૦૦ હતો જ્યારે હાલ મંજૂરીનો ભાવ રૂપિયા ૫૦૦ સુધી ઉંચો ગયો છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે મગફળીના ભાવ હજુ પણ વધે અને દરેક ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તો જ મગફળીની ખેતી પરવડે તેમ છે. દર વર્ષે એક વીઘે ૨૦ થી ૨૫ મણનો ઉતારો આવે છે પરંતુ આ વર્ષે વરસાદ ખેચાતા ખેડૂતોને વીઘે ૧૨ થી ૧૫ મણ મગફળીનો ઉતારો આવ્યો છે તેની સામે પોષણક્ષમ ભાવો નથી મળતા. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મગફળી ની હાલ અત્યારે શરૂઆતમાં આવક ઓછી થઈ રહી છે આવનારા દિવસોમાં મગફળી ની બમણી આવક થાય તેવી શક્યતા છે હાલ અત્યારે સાવરકુંડલા એપીએમસી સેન્ટર પર છેલ્લા ત્રણ દિવસથી ૧૨૦૦૦ મણ જેટલી મગફળી જાહેર હરાજીમાં આવે છે ખેડૂતોને ૧૧૫૧ થી ૧૪૫૧ સુધીના ભાવ મળી રહે છે સાવરકુંડલા પંથક સહિત ઉના ગીરગઢડા ખાભા રાજુલાના વિસ્તારમાંથી પણ ખેડૂતો મગફળી વેચવા અહીં સાવરકુંડલા આવી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/