fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૨૦૫૮૮/ ૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૩૭૬(૨)(જે), ૩૭૬(૨)(એન), ૧૧૪, ૫૦૬(૨) તથા પોકસો એકટ કલમ ૪, ૬, ૧૭ મુજબના ગુનાનો આરોપી છેલ્લા એક વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, મજકુર આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે ગઈ કાલ તા.૧૦/૧૦/૨૦૨૩ નાં રોજ સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામેથી પકડી પાડી, આગળની કાર્યવાહી થવા . સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. .

પકડાયેલ આરોપીની વિગતઃ-

સુરેશ પરશોતમભાઇ સોલંકી, ઉ.વ.૨૩, રહે.હડમતીયા, તા.રાજુલા, જિ.અમરેલી હાલ રહે.વિજપડી, ધાર પાછળ, તા.સાવરકુંડલા, જિ.અમરેલી.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલ તથા એ.એસ.આઇ. જિગ્નેશભાઇ અમરેલીયા, યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઇ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/