fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ દ્વારા દાન મનોરથ તેમજ સમૂહ માળા પહેરામણીનું આયોજન કરવામાં આવ્યું હતું. 

શ્રી મહાપ્રભુજી બેઠકજી ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા  આપશ્રીની આજ્ઞાથી દાનમનોરથ તેમજ સમુહ માળા પહેરામણી  મનોરથ આયોજન કરવામાં આવેલ હતું જેમાં સવારે ઘણા જ વૈષ્ણવો એ શ્રી પૂરૂષોતમલાલજી મહારાજશ્રી જનાના સાથે પધારેલા ને બ્રહ્મ સબંધ આપી ઘણા જ જીવોને શરણે લીધા હતા ત્યાર બાદ રાજભોગ સમયે શ્રી મહાપ્રભુજીને દાન મનોરથ ધરવામાં આવેલ હતો  ત્યાર પછી હજારો વૈષ્ણવોએ આ દાનના દિવસો ચાલતા હોય આવા અલૌકિક સમયે દરેક હાજર રહેલા તમામ વૈષ્ણવોએ આપશ્રીને જનાના સાથે સ્વહસ્તે દાન આપી ધન્યતા અનુભવી રહ્યાં હતા૰

સાંજના સમૂહ માળાપહેરામણીના કાર્યક્ર્મમાં પૂજ્યપાદ ૧૦૮ ગૌસ્વામી શ્રી અનુગ્રહલાલજી મહોદયશ્રી સાનિધ્યમાં યોજાયેલ જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ હાજર રહી જેઓના વડીલો જે ગૌલૌકવાસ પામ્યા હોય તેવા ૨૪ પરિવારોના વડીલોના માળા પહેરામણી  ક્રમ  કરાવી ગૌલૌકધામ સુધી જયશ્રી કૃષ્ણ પહોચાડ્યા હતા આવા અલૌકિક અવસરે ઘણા વૈષ્ણવોએ તેમના વડીલોના મોક્ષાર્થે બેઠકજીની ગૌશાળામાં ઉદારમનથી રકમો આપી હતી અલૌકિક અવસરે અમરાપુર કીર્તન મંડળી તેમજ અમારા સાવરકુંડલા તાલુકાના નજરાણા સમાન ગોપાલભાઈ કીતઁનયા સુરજવડી વાળાએ વૈષ્ણવોના મન હરી લીધા સુંદર ભાવભયાઁ કીતઁનોનું ગાન કરી  મુખ્ય મનોરથી દીપકભાઈ મશરૂના અનુરોધથી શ્રી યમુના મહારાણીજીના પયપાન  કંઠી  ચરણામૃત દરેક વૈષ્ણવોને લેવરાવી ને  માળા પહેરામણીનો ક્રમ આપશ્રીની આજ્ઞાથી આપશ્રીના સાનિધ્યમાં ચાલૂ કરાવેલ જેનુ સંચાલન ગોપાલભાઈ તથા મુકુંદભાઈ ચંદારાણા તથા વિજયભાઈ વસાણીએ કરાવતા વૈષ્ણવો મનોમનથી ખુબજ સંતોષની લાગણી અનુભવી હતી આવા અલૌકિક મનોરથમાં પોતાના વડીલોના જયશ્રીકૃષ્ણ સમયે હજારો વૈષ્ણવોની હાજરી જે કહેવાય છે કે હરી ગુરુ ને વૈષ્ણવોની હાજરી તેમજ વિશેષ શ્રી મહાપ્રભુજી બેઠકજીના સાનિધ્યમાં યોજાયેલ 

જેનાથી દરેક મનોરથીઓ પોતાને ખૂબ જ ભાગ્યશાળી સમઝવા લાગ્યા હતા   હાજર રહેલા તમામ હજારો વૈષ્ણવોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો સમગ્ર મનોરથના મુખ્ય મનોરથી  દીપકભાઈ દીનકરરાય મશરૂ પરિવાર હતા જેઓએ હર્ષની લાગણી સાથે બેઠકજી કમિટિનો આભાર માનેલ હતો વિશેષમાં આ મનોરથમાં  વૈષ્ણવો મુંબઈ તથા સુરત થી તેમજ દુર દુરથી આ મનોરથમા જોડાણા હતી સાચો આનંદ સાચી ભક્તિ સૌરાષ્ટ્રમાં જ છે   શ્રી અમરેલી વલભકુળ પરિવાર વૈષ્ણવો માટે સતત ચીંતીત રહી આવા સુંદર આયોજનો બેઠકજી કમિટિ દ્વારા કરાવતા રહે છે સાવરકુંડલા બેઠકજી ઉપર  આગામી ઉત્સવોમાં કારતક શુદ પ ના રોજ શ્રી યમુનાપાન (ભાઈબીજ) ખીચડીખેલ મનોરથ છે જેના મનોરથી અશોકભાઈ ઓધવજીભાઈ માધવાણી પરિવાર છે તથા તારીખ ૧૬-૧૨-૨૩ ના રોજ શ્રી મહાપ્રભુજીને અન્નકૂટ ધરાવવામાં આવશે જેના મનોરથી માધવાણી ખાતર (લીખાળા વાળા) પરિવાર છે

સાથોસાથ તે દિવસે વૈષ્ણવો માટે થઈને  વૈષ્ણવો એકી સાથે મોટી સંખ્યામા એક સાથે બેસી પ્રસાદ લઈ શકે તે હેતુથી પ્રસાદઘરનુ ખાતમુહૂર્ત કરવામાં આવશે આ ઉત્સવોમાં  સમગઁ અમરેલી શ્રી વલભકુળ,પરિવાર   હાજર રહેશે  આ તકે બેઠકજીની દરેક કમિટિ  દરેક મનોરથીઓનો તેમજ ખાસ અમરેલી શ્રી વલભકુળ પરિવાર શ્રી દ્રારકેશલાલજી મહારાજશ્રી તથા શ્રી પુરૂષોત્તમ લાલજી મહારાજશ્રી પરિવારનો આભાર માનેલ છે વ્યવસ્થાપક કમિટિના ભાઈશ્રી વિજયભાઈ રાજુભાઈ વલભભાઈ કાંતીભાઈ હસુભાઈ અરવિંદભાઈ કનુભાઈ તથા દરેક,કમિટિના સભ્યો સાથોસાથ વિનંતી કરે છે કે હરહંમેશ વૈષ્ણવો સહકાર આપે છે આગામી ઉત્સવોમા પણ વૈષ્ણવ સમાજ તનમનધનથી સહકાર આપતા રહે તેવી આશા વ્યક્ત કરેલ છે તથા દેશવિદેશના દરેક ખુણા સૂધી સાવરકુંડલા બેઠકજીના દરેક ઉત્સવોની જાણ વિગતો મીડીયા તથા પ્રેસ રીપોર્ટના સહકારથી દરેક ન્યુઝથી વૈષ્ણવોને મળતા તનમનધનથી સહકારના સંદેશાઓ વ્યવસ્થાપક કમિટિને  મળવા લાગે છે  જે તમામનો આભાર માનીએ છીએ  બેઠકજી કમિટી વતી  રાજુભાઈ શીંગાળાની યાદી જણાવે છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/