fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ પાસે ગતરાત્રે રેલવે ટ્રેક પર વીશ  થી વઘુ ગાયોના રેલવે અકસ્માતમાં મોત થયાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવેલ છે. આ સમાચાર મળતાં જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ  અને દુખની લાગણી પ્રસરી જવા પામી. 

એ કાળમુખી ટ્રેન ગમખ્વાર અકસ્માતનું નિમિત્ત બની.. અરેરાટી વ્યાપી જાય તેવી દુર્ઘટના. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, વીશ થી વધુ ગાયોની જીંદગી ક્ષણભરમાં વિલુપ્ત થઈ. એ ગાયોના પણ પરિવાર હશે. કોઈના વાછરડાં પણ પોતાના સ્વજનની રાહ જોઈ રહ્યા હશે. તેના મનમાં પણ સવાલ ઉઠતાં હશે કે હજુ મા કેમ નથી આવી? આવી દુર્ઘટનાને નિવારવા પણ તંત્ર દ્વારા કોઈ એક્શન પ્લાન તો ઘડવો જ જોઈએ. ઘોર અંધકારમાં એ ક્ષતવિક્ષત ગાયોના મૃતદેહોને શોધવા અને ટ્રેક પરથી દૂર ખસેડવાની  કામગીરી પણ પડકારજનક હતી. ત્યાં સેવામાં લાગેલાં ગૌપ્રેમીઓએ પણ ભારે હૈયે દુખ સાથે ખૂબ જ સંન્માન અને આદર સાથે એ ટ્રેક અને આસપાસના વિસ્તારોમાંથી યોગ્ય સ્થાને ખસેડવાની  કપરી કામગીરી કાળજું કઠણ કરીને કરતાં જોવા મળ્યા હતા. 

સાવરકુંડલા શહેરનાં પચાસ થી સાંઈઠ ગૌપ્રેમીઓએ આ ગમખ્વાર અકસ્માતના સમાચાર સાંભળીને ઘટના સ્થળે પહોંચી સેવા કાર્યમાં લાગી ગયા હતાં.. લોકોના મનમાં એ પણ સવાલ ઊઠતાં જોવા મળયાં કે આટલી મોટી સંખ્યામાં ગાયો રેલ્વે ટ્રેક પર આવે કઈ રીતે? વળી રેલ્વેના અવાજથી ભડકીને દૂર કેમ ન ગઈ? સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ પાસે ગતરાત્રે રેલવે ટ્રેક પર ગમખ્વાર અકસ્માત સર્જાયો.. બાઢડા પાસેના રેલવે ટ્રેક પર વીશ  થી વધુ ગાયોના આ અકસ્માતમાં મોત થયાનું પ્રાથમિક અનુમાન છે. એક તરફ સાવરકુંડલા રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાની વાતો થઈ રહી છે

ત્યારે રેલવે ટ્રેક પર થતાં આવા અકસ્માતો વિકાસ માટે લાલ બત્તી સમાન ગણાય. સ્ટેશનો આધુનિક થાય એમાં કોઈ વાંધો ન હોય શકે એ સારી બાબત છે. પરંતુ રેલવે ટ્રેક પર થતાં આવા ગંભીર અને ગમખ્વાર અકસ્માતો નિવારવા માટે રેલવે વિભાગ દ્વારા કોઈ ચુસ્ત વ્યવસ્થા કરવી જોઈએ તેવું જીવદયા પ્રેમીઓમાં ચર્ચાય રહ્યું છે. આટલી મોટી સંખ્યામાં આવા અકસ્માતને લીધે નિર્દોષ પ્રાણીઓના કમકમાટી ભર્યા મોતના સમાચાર મળતાં સમગ્ર શહેરમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. 

મળતી પ્રાથમિક માહિતી મુજબ મહુવા થી સુરત તરફ જતી પેસેન્જર ટ્રેન બાઢડા ખાતે રેલ્વે ટ્રેક પર આ અકસ્માત સર્જાયો હતો. આ સમાચાર મળતાં સાવરકુંડલા શહેરની ગૌસેવા સાથે સંકળાયેલા સંસ્થાના કાર્યકરો, જીવદયા પ્રેમીઓએ ખાસકરીને ગૌપ્રેમીઓએ અકસ્માત સ્થળે પહોંચી શક્ય એટલો સહકાર આપ્યો હતો. અકસ્માત સ્થળે પાટા પણ લોહીથી લથબથ જોવા મળેલ. ચિતરી ચડી જાય અને ચક્કર અને ઉલટી થવાં લાગે તેવી હાલત આ ગાયોના મૃતદેહોની હતી. સાવરકુંડલા નગરપાલિકા દ્વારા પણ ગાયોના મૃતદેહને યોગ્ય સ્થાને પહોંચાડવા મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 

આ ગમખ્વાર અકસ્માતની તસવીરો અહીં મૂકી શકાય તેવી નથી  મનને વિચલિત કરી દે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં એમ સ્થળ પર પહોંચેલાં લોકો દ્વારા જાણવા મળ્યું હતું. ટ્રેનની સ્પીડ પણ ખાસ્સી હતી તેવું ત્યાંની પરિસ્થિતિ જોતાં લાગતું હતું એમ ચર્ચાઈ રહ્યું હતું.

વિકાસનું પ્રાથમિક લક્ષણ એ નિર્દોષ પશુઓનો આવાં ગમખ્વાર અકસ્માત દ્વારા મોત તો ન જ હોય શકે.

તંત્ર દ્વારા આવી દુર્ઘટના નિવારવા ઠોસ એક્શન પ્રોજેક્ટ અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ. 

એક વાત પણ સ્પષ્ટ છે કે પીપાવાવ પોર્ટ ખાતે માલવહન કરતી અનેક માલગાડીઓ આ ટ્રેક પરથી જ પસાર થતી હોય છે. કદાચ ઝડપ એ એક બીજી ટ્રેનને ક્રોસિંગ ક્લિયરન્સ કરાવવા માટે પણ હોય શકે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જો કે રેલવે તંત્રને પણ પોતાના નિયમો હોય છે અને તેનું તેણે ચુસ્તપણે પાલન કરવાનું હોય છે.

આ અકસ્માત સંદભે બાઢડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી શાંતિભાઈ શેલડીયાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે. “રાજાશાહી બાદનો આ પોતાને યાદ છે ત્યાંસુધી આ સૌથી મોટો અકસ્માત છે. રેલવે તંત્ર આવી ઘટના નિવારવા વધુ ગંભીર બને તે આવકાર્ય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/