fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં સર્વોદય સરસ્વતી મંદિર ,બાબાપુર સંચાલિત શ્રી જનતા વિદ્યાલય, તાતણિયામાં સંસ્થાના  બાળકોને સતત બીજા વર્ષે પણ ચલાળા સ્થિત આશ્રમના સંતો -મહંતોને સેવકો દ્વારા બીજા વર્ષે પણ પાઉંભાજી ખવડાવવામાં આવેલ.

આશ્રમની પરંપરા પ્રમાણે આશ્રમના સંતો -મહંતો અને સેવકો ભ્રમણ કરતાં-કરતાં જે ગામમાં રોકાય અને જે ગામના બીલીનાં વૃક્ષમાંથી બીલીપત્ર લઇ શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા અર્ચના કરે તે ગામના બાળકોને જમાડવાનો તેમણે પ્રતિવર્ષ નિશ્ચય કરેલ છે. 

 આ અનુસંધાને ગત વર્ષે પણ આશ્રમના સેવકો દ્વારા આંગણવાડી, પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકોને પાઉભાજી ખવડાવેલ. આ વર્ષે પણ આશ્રમ દ્વારા બાળકોને તથા સમગ્ર શૈક્ષણિક સ્ટાફને પાઉભાજી ખવડાવી અન્નદાન કરેલ.

 ત્યારબાદ શાળાની પાછળની ભાગે આવેલ બીલીના વૃક્ષોમાંથી બીલીપત્ર તોડી તેમણે તે બિલીપત્રો ભગવાન શિવના ચરણોમાં અર્પણ કરેલ. હર હર મહાદેવના નાદથી શાળાનું વાતાવરણ ગુંજી ઉઠેલ અને શાળામાં એક અનેક અનોખી પવિત્રતા પ્રસરેલ. આશ્રમની આ પવિત્ર ભાવનાને બિરદાવવા માટે તથા અન્નદાનને અભિનંદન આપવા માટે ગત વર્ષે શાળા પરિવાર દ્વારા આશ્રમના સેવકો અને સંતો- મહંતોનો સન્માન કરવામાં આવેલ. આ વર્ષે પણ જ્યારે આશ્રમે આટલું સરસ કામ કર્યું છે ત્યારે તાતણિયા ગ્રામ પંચાયત, તાતણિયા ગામ પ્રાથમિક શાળા પરિવાર તથા જનતા વિદ્યાલય શાળા પરિવાર તથા સર્વોદય સરસ્વતી ટ્રસ્ટ આશ્રમનો અત્યંત આભાર માને છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/