fbpx
અમરેલી

લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા વિશ્વ દ્રષ્ટિ દિવસની થયેલ ઉજવણી

નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું ઉદઘાટન મનિષભાઈ સંઘાણી દ્વારા કરવામાં આવ્યુંરમાબેન અનિલભાઈ પારેખ પરિવાર-મુંબઈ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયોવિશ્વ દ્રષ્ટિ દિવસ, જે દર વર્ષે ઓકટોબરના બીજા ગુરુવારે મનાવવામાં આવે છે, તે એક વૈશ્વિક ઘટના છે. અંધત્વ અને દ્રષ્ટિ તરફ ધ્યાન દોરવાના શુભાશયથી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા તેમજ સુદર્શન નેત્રાલય- અમરેલી અને રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર – મુંબઈના આર્થિક સહયોગથી તા. ૧૨-૧૦-૨૦૨૩ ને ગુરૂવારે બપોરે ૩-૦૦ કલાકે અમરેલી શહેરના નગરજનો અને ગ્રામજનો માટે જુના માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ માળે આવેલ લાયન્સ હોલ ( હોટલ લોર્ડ્સ ઇકો ઈનની સામે)માં અગિયારમા વિનામુલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.

નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પનું દીપ પ્રાગટ્ય અમરેલી જિલ્લા સહકારી સંઘના ચેરમેન અને શ્રી મનીષભાઈ સંઘાણીના વરદ હસ્તે કરવામાં આવેલ હતું, શ્રી મનીષભાઈ સંઘાણીએ આંખની સંભાળ અને અંધત્વ નિવારણ માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્રારા નિયમિત રીતે કરવામાં આવતા નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પને શુભેચ્છા પાઠવી હતી.

આ કેમ્પમાં લાયન સજયભાઈ રામાણી પણ ઉપસ્થિત રહયા હતા.

આ કેમ્પમાં ૫૪ દર્દીઓની આંખના તમામ રોગોની તપાસ નિષ્ણાત ડૉ. દર્શિત ગોસાઈ દ્વારા કરવામાં આવેલ અને જરૂરિયાતમંદ ૩૧ દર્દીઓને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી આરોપણ વિનામૂલ્યે કરી આપવામાં આવેલ હતા.

આ ઉપરાંત આંખના નજીક તથા દુરના નંબરની પણ તપાસ કરવામાં આવેલ હતી અને કેમ્પ સ્થળ ઉપર નંબર પ્રમાણે રાહત ભાવે ચશ્મા પણ બનાવી વિતરણ કરવામાં આવેલ હતું. દરેક દર્દીઓના બ્લડ પ્રેશર તેમજ બ્લડ સુગર પણ ચકાસવામાં આવેલ હતા.

આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) તરફથી પ્રમુખ લાયન કિશોરભાઇ શિરોયા, સેક્રેટરી લાયન રૂજુલભાઈ ગોંડલીયા, લાયન પ્રા, એમ. એમ.પટેલ, લાયન રમેશભાઈ ગોલ, લાયન વિનોદભાઈ આદ્રોજા તેમજ સુદર્શન નેત્રાલય તરફથી શ્રી કિર્તીભાઈ ભટ્ટ, શ્રી નિલેશભાઈ ભીલ, અંજલીબેન મોરી, સંજનાબેન મકવાણા, દેવાંગીબેન ગોહિલ, રૂષિકાબેન વરુ અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/