fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં પણ હવે ભાદરવાની પૂર્ણાહુતિની ઘડીઓ ગણાઈ રહી છે.. નવલાં નવરાત્રિ મહોત્સવની તૈયારીઓ તડામાર ચાલી રહી છે. 

બસ આજરોજ ભાદરવાની અમાસ અર્થાત ભાદરવાની સમાપ્તિ. શ્રાધ્ધ કાર્યો માટે આ અંતિમ દિવસ આવતીકાલથી નવરાત્રિના નવલાં નોરતાંનો પ્રારંભ થશે.. માઁ ની આરાધના અને સ્તુતિ કરવાના પવિત્ર દિવસોનો પ્રારંભ આવતીકાલથી થવા જઈ રહ્યો છે. આમ તો ગુજરાતમાં તો નવરાત્રિ નિમિત્તે દાંડિયા રસ ગરબા રમવાનું ખૂબ ચલણ જોવા મળે છે. હવે પ્રાચીન પરંપરા મુજબની ગરબીઓએ ખૂબ ઓછી જોવા મળે છે હવે અર્વાચીન ગરબાનો યુગ હોય લોકો પણ વિવિધ પાર્ટી પ્લોટ કે જ્ઞાતિ સમાજના સંગઠનો દ્વારા આયોજિત નવરાત્રિ ગરબા મહોત્સવમાં સામેલ થતાં જોવા મળે છે.

ખાસકરીને દાંડિયા રાસ ગરબા રમવા ખેલૈયાઓ થનગની રહ્યા હોય છે ત્યારે બ્યુટી પાર્લર, મંડપ ડેકોરેટર્સ, કેટરર્સ, કોસ્મેટિકસ, ગારમેન્ટ, દાંડિયાની લગતી પ્રોડક્ટો, વિવિધ થીમ આધારિત નવરાત્રિમાં રાસ ગરબા રમવા માટેની અનેક પ્રોડકટનું એક મોટું માર્કેટ ફુલતું ફાલતું જોવા મળે છે.  જો કે વાસ્તવમાં તો  નવલાં નવરાત્રિ એટલે   માતાજીની સ્તુતિ, આરાધના કરવાનો શ્રેષ્ઠ સમય. માતાજીના ભક્તો આ સમય દરમિયાન વ્રત ઉપવાસ કરી માતાજીની ભક્તિ કરી માતાજીને પ્રસન્ન કરવા માટે સાધના પણ કરતાં હોય છે. એકંદરે બસ નવલાં નોરતાંનો  પ્રારંભ એટલે શક્તિ અને ભક્તિના પર્વનું સંયોજન. સાવરકુંડલા શહેર આમ તો ખૂબ જ ધાર્મિક સંસ્કારોવાળું શહેર છે. આવતીકારથી પ્રારંભ થતાં નવલાં નોરતાના સૌ ભક્તોને જય માતાજી. માઁ સૌનું મંગલ અને કલ્યાણ કરે. આપની મનોકામનાઓ પૂર્ણ કરે એવી માના ચરણોમાં પ્રાર્થના.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/