fbpx
અમરેલી

બગસરા પોલીસ સ્ટેશનના લુંટના ગુનામાં ૧૨ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને મુંબઇથી પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૩ થી તા.૩૧/૧૦/૨૦૨૩ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય, ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે બગસરા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૩૭/૨૦૧૧, આઇ.પી.સી. કલમ ૩૯૪, ૩૪૧, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના કામેનો આરોપી છેલ્લા ૧૨ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે મુંબઇ, કાશમીરા વિસ્તારમાંથી મજકુર લીસ્ટેડ આરોપીને પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

પીન્ટુસિંહ મલખાનસિંહ તોમર, ઉ.વ.૩૫, રહે.મુળ તીંદુરા ગામ, તા.બીસંદા, જિ.બાંદા (ઉત્તરપ્રદેશ) હાલ રહે.મુંબઇ, કાશમીરા, એમ.આઇ.ડી.સી. (મહારાષ્ટ્ર)

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ, જાવેદભાઇ ચૌહાણ, તથા હેડ કોન્સ. નિકુલસિંહ રાઠોડ, તુષારભાઇ પાંચાણી, મનીષભાઇ જાની તથા પો.કોન્સ. રાહુલભાઇ ઢાપા, હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/