fbpx
અમરેલી

સાવરકુંડલામાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત દુર્ગાવાહીની અને માતૃ શક્તિ દ્વારા નવરાત્રીના પ્રથમ દિવસે પરંપરાગત રીતે જગદંબાની પૂજા અર્ચના કરી અને નાની બાળાઓએ ૬૪ જોગણીની વેશભૂષા ધારણ કરી હતી. 

સાવરકુંડલાની નવરાત્રી છેલ્લા ૭૫  વર્ષથી વિશિષ્ટ રહી છે અને લાખો લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે ત્યારે આજે રિદ્ધિ સિદ્ધિના મહાદેવ મંદિર હોલની અંદર પૂ.હીરાગીરી માતાજી(ગુપ્ત ખોડિયાર મંદિર) અને આર. એસ.એસ. જિલ્લા સંયોજિકા સ્મિતાબેન  નીંબાર્કના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી અને શસ્ત્ર પૂજા કરીને કાર્યક્રમને ખૂલ્લો મુકાયો હતો જેમાં, માતૃશક્તિ દુર્ગાવાહિની અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નાની નાની બાળાઓને ૬૪  જોગણીનો આબેહૂબ શણગાર કરી મોટી સંખ્યામાં બહેનોએ આરતી ઉતારી હતી હિન્દુ સંસ્કૃતિ અને માઁ  જગદંબાની આરાધના અને ઓળખને વિસરાતી જાય છે

ત્યારે માતૃશક્તિ દુર્ગાવાહિની અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ પરંપરાને જાળવી રાખવા અને નવી પેઢીને માતાજીથી અવગત કરાવવા માટે આ ખાસ શણગાર અને દર્શન કરાવવામાં આવ્યા હતા જેમાં મહાકાળી માતા લક્ષ્મીજી ખોડીયાર માતાજી સહિત નવદુર્ગા અને ૬૪ જોગણીના દર્શન કરી હજારો દર્શનાર્થીઓએ ધન્યતા અનુભવી હતી દર્શન અને આરતી બાદ બેહનોએ અને ૬૪ જોગણીઓએ ખાસ ગરબા પણ રમ્યા હતા અને દુર્ગાવાહિનીની બહેનો દ્વારા તલવારબાજી પણ કરી અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિસદ અને દુર્ગાવાહીની અને માતૃ શક્તિની બહેનોએ જહેમત ઉઠાવી હતી એમ યોગેશ ઉનડકટની યાદીમાં જણાવાયું હતું. .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/