fbpx
અમરેલી

જગદીશ ત્રિવેદીએ અનુજના નામની હાઈસ્કુલ અને છાત્રાલય બનાવી જન્મદિવસે ભેટ આપી

પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજીએ ઉદઘાટન કર્યુ અને ત્રણ પદ્મશ્રીઓ શાહબુદ્દીન રાઠોડ, ભીખુદાન ગઢવી અને જોરાવરસિંહ જાદવ ઉપસ્થિત રહ્યા*સાંસદ રામભાઈ મોકરીયા, નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદી અને કટારલેખક જય વસાવડા પણ ખાસ હાજર રહ્યા*૩૦૯ શાળાના મનોરથી માતુશ્રી કાશીબા ગોટી ચેરીટેબલ ટ્રસ્ટના કેશુભાઈ ભગત સાથેમળીને જગદીશ ત્રિવેદીએ ઈતિહાસ રચ્યોબોટાદ જીલ્લાનાં રાણપુર તાલુકાના ખોબા જેવડાં ખસ ગામમાં ડો. કલ્પેશ ત્રિવેદી માધ્યમિક શાળા અને છાત્રાલયનું લોકાર્પણ*

અત્યારે ભૌતિકવાદની ચરમસિમાએ જ્યારે રુપિયો જ સર્વસ્વ છે અને રુપિયા માટે બે સગાભાઈના કોર્ટમાં સામસામે કેસ લડવાના અને રુપિયા માટે સગાભાઈની હત્યા કરવા સુધીના દુઃખદ બનાવો સમાજમાં અવારનવાર બને છે તેવા સમયમાં એક મોટાભાઈએ પોતાના નાનાભાઈના જન્મદિવસે માન્યતામાં ન આવે એવી અભૂતપૂર્વ ભેટ આપી છે. 

જાણીતા હાસ્યકલાકાર, લેખક, ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીએ પોતાના અનુજ ડો. કલ્પેશ ત્રિવેદીના પચાસમા જન્મદિવસે એમના નામની હાઈસ્કુલ અને છાત્રાલય બનાવીને જન્મદિવસની ભેટ આપી છે. 

૩૦૯ શાળાના મનોરથી એવા માતુશ્રી કાશીબહેન ગોટી ચેરીટેબલ ટ્રસ્ટના દાનવીર કેશુભાઈ ભગત સાથે ભાગીદારીથી જગદીશ ત્રિવેદીએ આશરે સિત્તેર લાખ રુપિયાના ખર્ચે પોતાના અનુજના નામની હાઈસ્કુલ અને છાત્રાલય બનાવી સમાજને ભેટ આપી હતી.

બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ખોબાં જેવડાં ખસ ગામમાં બનેલી ડો. કલ્પેશ ત્રિવેદી માધ્યમિક શાળાનું પ્રસિદ્ધ લેખક, પ્રખર વક્તા અને ક્રાંતિકારી સંત પદ્મભૂષણ શ્રી સ્વામી સચ્ચિદાનંદજીએ ૯૩ વરસની જૈફ ઉંમરે પણ લાગણીથી પધારી ઉદઘાટન કર્યુ હતું. 

આ પ્રસંગે ત્રણ પદ્મશ્રીઓ શાહબુદ્દીન રાઠોડ, ભીખુદાન ગઢવી અને જોરાવરસિંહ જાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સાંસદ રામભાઈ મોકરીયા , નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદી તેમજ સુવિખ્યાત કટારલેખક તેમજ વક્તા જય વસાવડા વિશેષ ઉપસ્થિત હતા. 

ખસના વતની અને સમાજસેવક કાંતિલાલ લક્ષ્મીચંદ શાહ દ્રારા આ ભવનના કમ્પાઉન્ડ વોલ અને ગેટનું અનુદાન પ્રાપ્ત થયું હતું તેમજ ભાવેશભાઈ છબીલદાસ હકાણી પરિવાર તરફથી આખા ખસ ગામને ધુમાડાબંધ જમાડવાનો ખર્ચ આપવામાં આવ્યો હતો. 

જગદીશ ત્રિવેદી જેમાં નિમિત્ત થયા હોય એવી આ દસમી સરકારી શાળા હતી, તદુપરાંત સાત પુસ્તકાલય અને એક બાળ આરોગ્ય સેવાકેન્દ્ર મળીને એમનું વ્યક્તિગત દાન સાડા આઠ કરોડને પાર કરી ગયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/