fbpx
અમરેલી

અમરેલી તાલુકાના -વરૂડી- વેણીવદર-પીપળલગ-દહિંડા -રાંઢીયા રોડનું  કામ મંજૂર કરાવતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાનો સામૂહિક આભાર માનતા સરપંચઓ

અમરેલી 18 ઓક્ટોબર :  અમરેલી શહેર અને જિલ્લાના વિકાસકામો એક પછી એક મંજૂર કરાવવાનું બીડું ઝડપ્યું હોય એમ અમરેલી-વડિયા-કુંકાવાવના યુવાન ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયા હાલ કામ કરી રહ્યાનું જણાય છે. વિકાસને વરેલી રાજ્ય સરકારે  અમરેલી તાલુકાના અમરાપુર-વરૂડી- વેણીવદર-પીપળલગ-દહિંડા -રાંઢીયા રોડના નવિનીકરણનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. આ વિકાસકાર્યો મંજૂર થયા બદલ પીપળલગ ગામનાં સરપંચશ્રી રણજીતભાઈ વાળા,રાંઢીયાનાં સરપંચશ્રી અરવિંદભાઇ કાકડિયા,દહીડાનાં સરપંચશ્રી ભૂપતભાઈ મકાણી,તથા વેણીવદરનાં સરપંચશ્રી ભરતભાઇ ગોલ દ્વારા શ્રી કૌશિકભાઈ વેકરીયાનો સામૂહિક આભાર માનવામાં આવ્યો છે.

                ચૂંટણી પ્રચાર સમયે ધારાસભ્ય દ્વારા  પોતાના કાર્યકાળમા કોઈપણ ગ્રામીણ વિસ્તાર ને પાકા રસ્તાથી અને પાયાની સુવિધાઓથી વંચિત નહીં રહેવા દેવાનું જે વચન આપ્યું હતું તે મુજબ જ કામગીરી કરતા હોવાથી અમરેલી વિધાનસભાના ગ્રામીણજનોમાં આનંદની લાગણી છવાઈ છે.

           અત્રે ઉલ્લેખનીય છે કે નાયબ દંડક તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ દિવસ અને રાત મતવિસ્તારના વિકાસ માટે પ્રયત્નશીલ શ્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા અમરેલીમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, અમરેલી-લીલીયા ફોરલેન રોડ, રીંગ રોડ સહિતના અનેક મોટા વિકાસકાર્યો મંજૂર કરાવ્યા છે. રોડ રસ્તાના પ્રાથમિક અને પાયાના પ્રશ્નોનું વીજળી ઝડપે નવિનીકરણ અને નવા રસ્તાઓ મંજૂર કરાવવા માટે તેઓ પ્રયત્નશીલ છે. ફક્ત વાયદા નહીં પરંતુ નક્કર કામ અને પરિણામને વરેલા શ્રી વેકરીયાએ રાજ્ય સરકારમાંથી અમરેલી માટે અનેક વિકાસકામો મંજૂર કરાવ્યા છે ત્યારે અમરાપુર-વરૂડી- વેણીવદર-પીપળલગ-દહિંડા -રાંઢીયા રોડના નવિનીકરણનું કામ મંજૂર કરાવવા બદલ સંરપંચશ્રીઓ શ્રી વેકરીયાનો સામૂહિક આભાર વ્યક્ત કરે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/