fbpx
અમરેલી

વિધાનસભાના નાયબ મુખ્યદંડક કૌશિકભાઈ વેકરીયાએ અમરેલી જિલ્લાની નગપાલિકાઓની અમૃત ‘કળશ યાત્રા’ને પ્રસ્થાન કરાવ્યુ

 વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને આહ્વાનથી સમગ્ર દેશમાં જન આંદોલન બની ગયેલા અભિયાન ‘મારી માટી મારો દેશ’ના બીજા ચરણમાં અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકાઓમાંથી એકઠી કરેલી માટી ભરેલા અમૃત કળશની યાત્રા અમરેલી નગરમાં સંપન્ન થઈ. વિધાનસભાના નાયબ મુખ્યદંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડિયાના ધારાસભ્યશ્રી, કૌશિકભાઈ વેકરીયાએ ગુરૂવારે સવારે તિરંગો લહેરાવી પ્રસ્થાન કરાવ્યું હતું. જિલ્લા પોલીસ બેન્ડની સુરાવલીઓ સાથે શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ એન.સી.સી કેડેટ્સ અને એન.એસ.એસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્વયંસેવકોએ શહેરના મુખ્યમાર્ગો પરથી ‘ભારત માતા કી જય,’  ‘મારી માટી મારો દેશ,’  ‘જય જવાન’ના નારાઓ સાથે પસાર થયા હતા.

          શહેરના સેન્ટર પોઈન્ટ, સિનિયર સિટીઝન પાર્ક ખાતેથી ‘અમૃત કળશ  યાત્રા’ને પ્રસ્થાન કરાવતા નાયબ મુખ્યદંડકશ્રી, કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, આજે અમરેલી જિલ્લાની તમામ નગરપાલિકાઓમાંથી એકઠી કરવામાં આવેલી અમૃત માટીને ભરેલા અમૃત કળશ અમરેલી આવી પહોંચ્યા છે. વડાપ્રધાનશ્રી, નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને નેતૃત્વમાં સમગ્ર દેશમાં યોજાઈ રહેલા આ કાર્યક્રમની કડીના ભાગરૂપે અમરેલી જિલ્લાની નગરપાલિકાઓની માટી એકઠી કરવામાં આવી છે. આ માટી અમરેલીથી રાજ્યકક્ષાએ અને ત્યાંથી રાષ્ટ્રીય કક્ષાએ મોકલવામાં આવશે.

         અમરેલી નગરમાં યોજાયેલી ‘અમૃત કળશ યાત્રા’ સેન્ટર પોઈન્ટ, સિનિયર સિટીઝન્સ પાર્કથી પ્રસ્થાન થઈ નાગનાથ મંદિર, રાજકમલ ચોક, ટાવર ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં થઈ પરત ફરી હતી. ઉર્જામય માહોલમાં અમરેલી નગર દેશભક્તિના રંગે રંગાયું હતું. દેશની માટીને નમન અને વીરોને વંદન કરવાના અવસરમાં અમરેલી જિલ્લાના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીઘો હતો.  આ કાર્યક્રમમમાં નગરપાલિકાના પ્રમુખશ્રી, સભ્યશ્રીઓ, ચીફ ઓફિસરશ્રી, પોલીસ વિભાગ, ફાયરબ્રિગેડ અને શૈક્ષણિક સંસ્થાના શિક્ષકો, સ્ટાફ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/