fbpx
અમરેલી

ગીર (પુર્વ) વન વિભાગ, દલખાણીયા રેન્જ દ્વારા ગોવિંદપુર રેવન્યુ માંથી કાળિયારનો શિકાર કરનાર શિકારી પકડાયા.

એક શિકારી ની પૂછપરછ ના આધારે કાર્યવાહી કરતા અન્ય ત્રણ શખ્સો ઝડપાયા…ત્રણ દિવસ પહેલા નાયલોનની જાળી માં કાળિયારને ફસાવીને કુહાડીના કામ મારી મોતને ઘાટ ઉતારી દીધું હતું…નાયબ વન સંરક્ષક, ગીર (પૂર્વ) વન વિભાગ, ધારી  રાજદીપસિંહ ઝાલા તથા મદદનીશ વન સંરક્ષક, ગીર (પૂર્વ) વન વિભાગ,ધારી  એસ.આર.ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ દલખાણીયા રેન્જમાં પરીક્ષેત્ર વન અધિકારી એમ.આર.ઓડેદરા તથા રાઉન્ડ ફોરેસ્ટરને બાતમી મળેલ કે, ગોવીંદપુર રેવન્યુ ગામે દીનેશભાઈ બટુકભાઈ બાવાજી રહે, ધારી વાળાના ખેતર વિસ્તારમાં વન્યપ્રાણી કાળીયાર જીવ-૦૧ ને નાઈલોનની જાળમાં ફસાવી કુહાડીના ઘા મારી મૃત્યુ નીપજાવેલ છે.

આ બાતમી મળતા દલખાણીયા રેન્જની દલખાણીયા રાઉન્ડનો સ્ટાફ તથા ક્રાંગસા રાઉન્ડના સ્ટાફ દ્વારા તાત્કાલીક ટીમો બનાવી ગોવીંદપુર રેવન્યુ ગામે પહોંચેલ, જ્યાં રમેશ બાલાભાઈ ચારોલા ઉ.વ.૩૫ રહે.ગોવીંદપુર વાળાના ઘરેથી વન્યપ્રાણી નું મટન જોવા મળેલ. આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પકડીને વધુ પુછપરછ માટે કેસરી સદન, ધારી ખાતે લઈ આવેલ તેમજ સ્ટાફ તથા પંચો રૂબરૂ વન્ય પાણી નું મટન, છરી, કુહાડી, મોટર સાયકલ તથા તગારું કબ્જે લઈ વન્ય પ્રાણી સંરક્ષણ ધારા-૧૯૭૨ ની કલમો હેઠળ ગુન્હો નોંધી વન્યપ્રાણીના માંસની ઓળખ કરવા માટે વેટરનરી ડોક્ટરને મોકલવામાં આવેલ.  વેટરનરી ડોક્ટર  દ્વારા વન્ય પ્રાણીના માંસ તથા અન્ય અવયવોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યા બાદ ખાતરી કરેલ કે,

આ વન્ય પ્રાણી કાળીયાર હોવાનું જણાય આવેલ છે.  ગુન્હો આચરેલ આરોપીની પૂછપરછ કરતા અન્ય ત્રણ ઈસમો ના નામ ખુલવા પામેલ (૧) પ્રવીણ બચુભાઈ ચારોલા, ઉ.વ.૩૫ – રહે.ગોવીંદપુર (૨) મુકેશ બાલાભાઈ ચારોલા, ઉ.વ.૩૩ – રહે.ગોવીંદપુર (૩) બાલા મનજીભાઈ ચારોલા, ઉ.વ.૫૯ – રહે.ગોવીંદપુર. આ ચારેય આરોપીઓ દ્વારા શેડયુલ-૧ માં આવતા વન્યપ્રાણી કાળીયાર જીવ-૦૧ નો શિકાર કરી બીન જામીન પાત્ર ગુન્હો આચરેલ છે. જેની ત્રણ વર્ષથી સાત વર્ષ સુધીની કેદ તથા રૂ.૧૦૦૦૦૦/- થી ઓછી નહીં તેટલા દંડની જોગવાઈ છે. જેમાં, તહોમતદારો ની જામીન અરજી રદ થતા પોલીસ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/