fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્યના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.. 

સાવરકુંડલા શહેરમાં શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્યના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકની મહત્તા અને ગરીમા દર્શાવતાં શિક્ષક દિન નિમિત્તે સ્યંમ શિક્ષકની ફરજ બજાવતા જોવા મળેલ. ધોરણ ત્રીજામાં અભ્યાસ કરતી જૈનીબેન જતીનભાઈ બનજારાએ પણ શિક્ષક તરીકે ફરજ બજાવી હતી જૈનીબેન એક શિક્ષકને છાજે તેવી રીતે વર્ગખંડમાં શિક્ષણ આપતાં જોવા મળ્યાં હતાં. આ તકે વિદ્યાર્થીઓએ પણ સમગ્ર શિક્ષણ કાર્ય દરમિયાન સંપૂર્ણ શિસ્ત અને શાંતિ જાળવી હતી.

આમ સાવરકુંડલા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે પણ વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ પૂરૂં પાડે છે. બાળકનો સર્વતોમુખી વિકાસ માટે આવી તમામ પ્રવૃત્તિઓ પણ જરૂરી હોય છે. આ શાળાના આચાર્યા શ્રી અર્ચનાબેન કણકોટિયા તથા સ્ટાફ આ માટે સતત પ્રયત્નશીલ રહે છે.સંસ્થાના વડા પૂ  ભગવત પ્રસાદદાસજી સ્વામી તેમજ સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી, તેમજ મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ઘનશ્યામભાઈ કનકોટિયાના અવિરત માર્ગદર્શન હેઠળ આ સંસ્થા પ્રગતિનાં શિખરો સર કરી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/