fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લામાં સફળતા પૂર્વક મારી માટી મારો દેશ અંતર્ગત અમૃત કળશ યાત્રાઓ યોજાઈ

                  અમરેલી :  આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કડીના ભાગરૂપે સરકાર સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓક્ટોબર માસમાં  તા. ૦૩ ઓક્ટોબર થી ૨૬ ઓક્ટોબર,૨૦૨૩ સુધી  મારી માટી-મારો દેશ, અમૃત કળશ યાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. રાષ્ટ્રભક્તિના આ મહાપર્વમાં દેશના ગામે ગામથી એકઠી કરવામાં આવેલી માટીને દિલ્હી ખાતે લઈ જવામાં આવનાર છે. અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં ગ્રામ્ય, તાલુકા અને નગરપાલિકા કક્ષાએ અમૃત કળશ યાત્રાઓ યોજવામાં આવી હતી.

                  આ અભિયાન અંગે જિલ્લા ભાજપા કાર્યલાય ખાતે નાયબ મુખ્યદંડકશ્રી, કૌશિકભાઈ વેકરીયાએ પત્રકારોને સંબોધ્યા હતા.  જિલ્લામાં વિધાનસભાના નાયબ મુખ્યદંડકશ્રી, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના પદાધિકારીશ્રીઓ અને પાર્ટીના હોદ્દેદારો દ્વારા આ અમૃત કળશ યાત્રામાં સહભાગી થઈ ગામે ગામ, શેરીએ શેરીએથી વતનની માટી એકઠી કરવામાં આવી હતી. એકઠી કરવામાં આવેલી માટી રાજ્ય કક્ષાએ થઈ અને તા. ૨૯-૩૦ ઓક્ટોબરના રોજ નવી દિલ્હી ખાતે પહોંચશે.

                શ્રી કૌશિકભાઈ વેકરીયાએ વધુમાં જણાવ્યું કે, પ્રદેશના સન્માનીય અધ્યક્ષશ્રી સી.આર. પાટીલજીની અધ્યક્ષતામાં તેમજ રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આગામી તા.૨૭ ઓક્ટોબરે અમદાવાદ, સાબરમતી રીવરફ્રન્ટ ખાતે પ્રદેશ સ્તરનો મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લામાંથી ૪૫ જેટલી બસો, પ્રાઇવેટ વાહનોમાં આશરે ૫૦૦૦ જેટલા કાર્યકર્તાઓ અમદાવાદ ખાતેના કાર્યક્રમમાં જોડાશે.

                  ‘અમૃત કળશ’ યાત્રા કાર્યક્રમમાં વિવિધ ગામની એકત્ર કરવામાં આવેલી માટીને ‘અમૃત કળશ’માં  ભરવામાં આવી હતી. ગ્રામ પંચાયતોમાંથી એકઠી કરવામાં આવેલી માટી તાલુકા સ્તર પર અને ત્યાંથી રાજ્ય સ્તરે થઈ અને રાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં આવશે. રાજધાની દિલ્હીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ફરજ પરના શહીદોની યાદમાં ‘અમૃત વન’ તૈયાર કરવામાં આવશે, જેમાં આ માટી દ્વારા છોડ રોપવામાં આવશે.

અમરેલી જિલ્લામાં અગાઉ પ્રથમ ચરણમાં ‘મારી માટી મારો દેશ’ અભિયાન યોજાયું હતુ.  જિલ્લામાં ૬૦૦ ગ્રામ પંચાયત, ૧૧ તાલુકા પંચાયત, ૦૯ નગરપાલિકા સહિતના વિસ્તારોમાં આ અભિયાન અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા અને સૌ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર જિલ્લામાં ૬૨૦ શિલાફલકમનું અનાવરણ,  ૬૪૪ અમૃત વિકાસ વાટિકાનું સર્જન, દેશી કુળના ૪૯,૨૫૮ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતુ. જિલ્લામાં ૭૧૪ વીરોનું સન્માન પણ કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત ૩૮,૫૫૨ નાગરિકોએ મારી માટી,મારો દેશ અભિયાન અંતર્ગત આ મહાપર્વમાં ભાગ લઈને પોતાની સેલ્ફી  અપલોડ કરી હતી. દેશભક્તિના આ મહાપર્વમાં ૫૭,૨૫૭ નાગરિકોએ રાષ્ટ્રગાન અને ધ્વજવંદ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક  ભાગ લીધો હતો.

                 ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત પ્રદેશકક્ષાએથી કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી હતી. આ સમિતિમાં પ્રદેશ ટીમમાં નાયબ મુખ્યદંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએને પણ જવાબદારી સોંપવામાં આવી હતી. આ કડીના ભાગરૂપે તેમણે અમરેલી જિલ્લા ઉપરાંત ભાવનગર જિલ્લો, જૂનાગઢ જિલ્લામાં, ગીર સોમનાથ જિલ્લામાં કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/