fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં કબીર ટેકરી આશ્રમ ખાતે સદગુરુ કબીર સેવા ટ્રસ્ટ કબીર ટેકરી સાવરકુંડલા આયોજિત પ પૂ. સદગુરુ શ્રી રામલખન સાહેબના જન્મદિવસ

તથા પ. પૂ. સદગુરુ શ્રી બિહારી સાહેબના દિક્ષાદિન શરદપૂર્ણિમાના પાવન દિવસે નિઃસહાય અને વૃધ્ધ લોકો માટે વસ્ત્રદાનનો કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમને અંતે ઉપસ્થિત તમામે મહાપ્રસાદનો લ્હાવો પણ લીધો.  સાવરકુંડલા શહેરમાં આવેલ ટિફિન સેવા ક્ષેત્રે અગ્રેસર એવી કબીર સાહેબના પાયાના સિદ્ધાંતો પર ચાલતાં કબીર ટેકરી આશ્રમ ખાતે સદગુરુ કબીર સેવા ટ્રસ્ટ કબીર ટેકરી સાવરકુંડલા આયોજિત પ. પૂ. સદગુરુ શ્રી રામલખન સાહેબના જન્મદિવસ તથા પ. પૂ. સદગુરુ શ્રી બિહારી સાહેબના દિક્ષાદિન શરદપૂર્ણિમાના પાવન દિવસે નિઃસહાય અને વૃધ્ધ લોકો માટે વસ્ત્રદાનનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટયથી કરવામાં આવેલ. આ દીપ પ્રાગટય વિધિ મહંત શ્રી નારાયણદાસ સાહેબ કબીર ટેકરી, કરશનદાસ બાપુ, ઘનશ્યામ બાપુ, પત્રકાર બિપીનભાઈ પાંધી તથા અમરેલીથી પધારેલ સાહિત્યકાર વૃંદ કાચા સાહેબ, સોઢા સાહેબ,

કાલિંદીબેન પરીખ, ઉમેશભાઈ, ઉદયભાઈ, સુધીરભાઈ મહેતા, પરેશભાઈ, કનવરભાઈ, મંગળુભાઇ મેવાસાવાળા, વાપીથી  પધારેલ સેવક બહેનો ઓધવજી મહિલા મંડળના સાકરીબેન ભાનુશાલી અને ભારતીબેન ભાનુશાલી તથા દાતાશ્રી શંભુભાઈ ટાંક અને તેમના ધર્મપત્ની જયાબેન ટાંક વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં કરવામાં આવેલ. આ પ્રસંગે  વકતાએ કબીર ટેકરી આશ્રમ ખાતે ચાલતી માનવસેવાની ટિફિન સેવા, આરોગ્ય ક્ષેત્રે નેત્ર નિદાન તથા નેત્ર આરોપણ કેમ્પ, રક્તદાન શિબિર તથા વસત્રદાન જેવા માનવીની પાયાની જરૂરિયાત પુર્ણ કરતાં કાર્યક્રમો દ્વારા કબીરજીના સિધ્ધાંતોને સાર્થક કરતાં કાર્યક્રમો દ્વારા મુંબઈ, કચ્છ, સાવરકુંડલા સમેત અન્ય શહેરોમાંથી પધારેલ સેવકગણની પ્રેરક હાજરીમાં માનવસેવાની મહેંક પ્રસરાવતાં સેવાકીય પ્રવૃત્તિઓ થતી જોવા મળી હતી. આજના પાવન પ્રસંગે ઉપસ્થિત તમામ મહેમાનોનું આશ્રમના સેવક ગણ દ્વારા હારતોરા અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ.

કાર્યક્રમના અંતે આ શરદપૂર્ણિમાના પાવન દિવસે નિઃસહાય અને વૃધ્ધ લોકોને વસ્ત્રદાનનો કાર્યક્રમ દાતાશ્રી તથા ઉપસ્થિત મહેમાનોના હસ્તે યોજાયો હતો. આ વસ્ત્રદાનનો કાર્યક્રમના સાડીના દાતાશ્રી વાપીથી ઓધવજી મહિલા મંડળના બહેનો સાકરીબેન ભાનુશાલી અને શ્રી ભારતીબેન ભાનુશાલી એ ઉપસ્થિત રહીને વિશેષ હાજરી આપી હતી તો સફેદ વસ્ત્રોના દાતા શ્રી શંભુભાઈ ટાંક અને તેમના ધર્મપત્ની જયાબેન ટાંક પણ આ પાવન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન નારી શસકિતકરણ, વ્યસનમુક્તિ, તેમજ કબીર ટેકરી આશ્રમમાં ચાલતી વિવિધ માનવસેવાની પ્રવૃત્તિઓની વિશદ છણાવટ કરવામાં આવી હતી. આમ તો સાહિત્યકારનું ગ્રુપ હોય એટલે વિશેષ તો શું કહેવાય.? સંસ્થામાં ચાલતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના વક્તાઓ દ્વારા ભરપેટ વખાણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતિમ ચરણમાં કબીર ટેકરી આશ્રમના મહંત શ્રી નારાયણદાસ  સાહેબે ખૂબ જ સરળ શૈલીમાં કોઈ પણ દંભ કે આડંબર વગર પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા અને આ વસ્ત્રદાન અર્પણ કાર્યક્રમ અંતર્ગત પૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને અંતે કબીર ટેકરી આશ્રમ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો તથા સમગ્ર સેવકગણે  મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો.

એકંદરે કબીરજીના વિચારોને મૂર્તિમંત સ્વરૂપ આપવા માટે મહંત શ્રી નારાયણદાસ સાહેબ તથા સમગ્ર સેવક સમુદાય ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે મનીષભાઈ વિંઝુડા, દીપેશભાઈ જોષી, સમેત સેવકગણ દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/