fbpx
અમરેલી

જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત અવિકસિત વિસ્તારની સફાઈ ઝુંબેશ

સ્વચ્છતા હી સેવા મહા અભિયાન અંતર્ગત જિલ્લામાં ગામે ગામ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે અવિકસિત વિસ્તારની સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. જાહેર રસ્તા સહિતના સ્થળે સાફ-સફાઈ કરવામાં આવી હતી. સરપંચતલાટી કમ મંત્રી અને ગ્રામજનો સહિત સૌ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.

      નિર્મળ ગુજરાતના સંકલ્પને મળ્યું જનસમર્થન. આવોઆપણે સૌ સ્વચ્છતાનો સંકલ્પ કરીએસ્વચ્છતાને જીવનશૈલીનું અભિન્ન અંગ બનાવીએ. જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત તા.૧૬ ડિસેમ્બર,૨૦૨૩ સુધી વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં ગામે ગામ સ્વચ્છતા અભિયાન વેગવંતુ બન્યું છે.  ઉપરાંત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં લોકો ઉત્સાહભેર આ અભિયાનમાં જોડાઈને સ્વચ્છતાગ્રહી બની રહ્યા છે.

         જિલ્લામાં સ્વચ્છતા એ જ સેવા” કાર્યક્રમ અંતર્ગત તા. ૨૩ ઓકટોબર થી ૨૮ ઓક્ટોબર,૨૩ એટલે કેઆજ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓયુનિવર્સિટીબિલ્ડિંગશાળા અને કોલેજ કેમ્પસ ખાતે સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. ઉપરાંત આજરોજ  ગ્રામ્ય અને શહેરના અનિયમિત વિકસિત અને અવિકસિત વિસ્તારમાં વિશેષ સ્વચ્છતા ઝુંબેશ પણ યોજાઇ છે. મહાત્મા ગાંધીજીના સ્વચ્છતાલક્ષી વિચારોને આજે ગુજરાતનો જન જન સાર્થક કરી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન પૂરજોશમાં આગળ ધપી રહ્યુ છે. ઉપરાંત આ અભિયાનમાં સામાજિક સંસ્થાઓ સહિત સૌ જનભાગીદાર બની રહ્યા છે. આવો સૌ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાઈને સ્વચ્છ ગુજરાતનું નિર્માણ કરીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/