fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી કે. કે. હાઇસ્કૂલમાં શિક્ષક ભાઇ/બહેનોનો વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો. 

તા. ૩૦/૧૦/૨૦૨૩ ના રોજ શ્રી કે. કે. હાઈસ્કૂલમાં શિક્ષક ભાઈ/બહેનોના વિદાય સન્માન કાર્યક્રમનું  આયોજન થયું હતું. જેમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સેવા આપતા શ્રી ધર્મેશકુમાર સોલંકી પોતે રાજીનામું આપીને ભરૂચ જિલ્લામાં ઉચ્ચ પ્રાથમિક શાળામાં નિમણૂક મેળવતા, તેમજ માધ્યમિક વિભાગમાં સેવા આપતા શ્રી તૃપ્તિબેન ભરાડ પોતાની માતૃ સંસ્થા શ્રી ગર્લ્સ હાઇસ્કૂલમાં રિકોલ થવાથી તેમજ વિજ્ઞાન પ્રવાહમાં લેબ આસિસ્ટન્ટની ફરજ બજાવતા શ્રી જયંતીભાઈ પટેલ વયમર્યાદાને કારણે નિવૃત્ત થવાથી એમના વિદાય સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિશેષ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગર્લ્સ હાઇસ્કૂલના આચાર્યશ્રી ઉષાબેન તેરૈયા, તેમજ શ્રી તૃપ્તિબેનના પરિવારમાંથી તેમના પતિદેવ શ્રી મેહુલભાઈ તેમજ મેહુલભાઈના પિતાશ્રી, તથા તૃપ્તિબેનના સંતાનો સ્વરા અને શ્લોક હાજર રહ્યા હતા. જયંતીભાઈ પટેલના પરિવારમાંથી તેમના ધર્મપત્ની નીલાબેન ઉપસ્થિત રહ્યા હતા. સર્વ મહેમાનોને પુષ્પગુચ્છ આપીને શાળાના સ્ટાફ પરિવારે સ્વાગત કર્યું હતું. તૃપ્તિબેનને અર્પણ સન્માનપત્રનું વાંચન શાળાના શિક્ષિકા શ્રી રીનાબેને કર્યું હતું. તેમજ જયંતીભાઈને અર્પણ સન્માનપત્રનું વાંચન શાળાના શિક્ષક શ્રી પ્રકાશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કે. કે. હાઈસ્કૂલના સ્ટાફ પરિવારથી ચાલતી મંડળી દ્વારા વિદાય થતા શિક્ષક ભાઈ/બહેનોને શાલ, મોમેન્ટો અને સન્માનપત્ર આપીને સન્માનિત કરાયા હતા. તેમજ શાળાના શિક્ષિકા શ્રી વર્ષાબેન પટેલ અને બિનશૈક્ષણિક સ્ટાફના કર્મચારી કિશોરભાઈ અને સલીમભાઈએ વ્યક્તિગત રીતે વિદાય

થતાં શિક્ષક ભાઈ/બહેનોનું સન્માન કર્યું હતું. તેમજ શાળાના શિક્ષક શ્રી જાગૃતભાઈ દવે, શ્રી વર્ષાબેન પટેલ, શ્રી તૃપ્તિબેન ભરાડ, શ્રી જયંતિભાઈ પટેલ, મેહુલભાઈ ત્રિવેદી અને ગર્લ્સ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ ઉષાબેન તેરૈયાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. તેમજ કે. કે. હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ચેતનભાઇ ગુજરીયાએ વિદાય થતા શિક્ષક ભાઈ/બહેનોના શૈક્ષણિક કાર્યોની સિદ્ધિને બિરદાવી હતી તેમજ તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠાની પ્રસંશા કરી હતી. શ્રી ધર્મેશકુમાર સોલંકી પ્રતિકૂળ સંજોગોને કારણે હાજર રહી શક્યાં ન હતા, છતાં પણ ધર્મેશભાઈના પિતાશ્રી મહેશભાઈ સોલંકીની શાળા પ્રત્યે વફાદારીની ગુજરીયા સાહેબે નોંધ લીધી હતી. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી રફિકભાઈ ભોરણીયાએ કર્યું હતું. શાળાના શિક્ષક શ્રી ગોંડલીયા સાહેબનો કાર્યક્રમમાં વિશેષ સહયોગ રહ્યો હતો. તેમજ સમગ્ર શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફના પૂરતા સહયોગથી અને શાળાના આચાર્યશ્રી ગુજરીયા સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થતા સ્ટાફ પરિવારની પારિવારિક ભાવનાથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/