fbpx
અમરેલી

ઇફકોના ચેરમેન દિલીપભાઈ સાંગાણી સાહેબના અધ્યક્ષ સ્થાને સાંસદ નારણભાઈ કાછડીયા દ્વારા શરદોત્સવ  મિલ્ક-ડે  ને ખુલ્લો મુકાયો

અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા અને મુકેશભાઇ  સંઘાણી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શરતોત્સવ મિલ્ક ડે ખેડૂતો, પશુપાલકો અને ખેલૈયાઓ માટે ભવ્ય આયોજન સૌ કોઈ મન મૂકીને રાસ ગરબા લઈ શકે તેવું આયોજન કરવામાં આવેલ

        અમર ડેરીના સ્થાપક ચેરમેન અને ઇફકો ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી  દ્વારા અમરેલી જિલ્લા માટે એક ખૂબ જ અગત્યની જાહેરાત કરવામાં આવેલ જેમાં શૂન્ય થી આઠ વર્ષ સુધીના બાળકોમાં ટાઈપ વન ડાયાબિટીસ હોય છે તેમના માટે સામાજિક આગેવાન સ્વર્ગસ્થ શ્રી ચંદુભાઈ સંઘાણી  દ્વારા ચાલતું સેવા ટ્રસ્ટ ને ફરી બેઠું કરી તેમના માધ્યમથી જિલ્લાના લોકોને ટાઈપ વન ડાયાબિટીસથી જે પીડાય છે તેમના માટે અમેરિકાથી આવેલા ડો. સ્મિતાબેન જોશી અને ડો. શુક્લાબેન રાવળ દ્વારા જે નવા સંશોધનો કરવામાં આવેલ છે અને તે સંશોધનને આધીન શૂન્યથી આઠ વર્ષના બાળકોને આ અંગે કેવી રીતે બીમારીમાંથી નિવારી શકાય એ માટે સેવા ટ્રસ્ટના માધ્યમથી મદદરૂપ થવા માટે ની જાહેરાત માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણી  દ્વારા કરવામાં આવેલ તેમજ ડેરી દ્વારા આઈસ્ક્રીમ પ્લાન્ટ અને સેન્ટર ઓફ એક્સલન્સ માટે લોકોને માહિતી પૂરી પાડેલ. તેમજ અમેરિકા થી આવેલ  ડો સ્મિતાબેન જોશી દ્વારા શૂન્ય થી આઠ વર્ષ ના બાળકો ડાયાબિટિશ માં  કેવી કેવી તકલીફ પડતી હોય છે તે નાગે માહિત ગાર કરેલ અને તેમની સવેદના વિકટ કરેલ, સાંસદ નારણભાઇ કાછડિયા એ અમર ડેરી ને આવું ભવ્ય આયોજન બદલ અભિનંદન આપેલ.

        અમર ડેરી નવા પ્લાન્ટ ખાતે યોજાયેલ શરદોત્સવ મિલ્ક – ડે માં  શરદપુનમની આ રઢીયાળી રાતે પશુપાલકો ખેડૂતો અને ખેલૈયાઓ દ્વારા રાસ ગરબા ની રમઝટ બોલાવવામાં આવેલ તેમજ ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા આખરમાં ઇનામ વિતરણ કરવામાં આવ્યું આવેલ આ ભવ્ય શરદોત્સવ મિલ્ક ડે માં ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઇ વેકરીયા , સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, બોટાદ ડેરીના ચેરમેન ભોળાભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરીયા, જિલ્લા ભાજપના પ્રમુખ રાજેશભાઈ કાબરીયા, ધારાસભ્ય શ્રી જે વી કાકડિયા, મહામંત્રી શ્રી મેહુલભાઈ ધોરાજીયા પૂર્વ ધારાસભ્ય શ્રી નલિનભાઈ કોટડીયા ડેરીના એમડી ડો. આર એસ પટેલ, મેનેજર શ્રી ધાર્મિકભાઈ રામાણી,પ્રવીણભાઈ માંગરોળીયા, ગુજકોમાસનના સીઈઓ શ્રી દિનેશભાઈ સુથાર, ઇફકોના સ્ટેટ માર્કેટિંગ મેનેજર શ્રી નિગમભાઈ ગજેરા, નાફેડ ના સ્ટેજ મેનેજર શ્રી શ્રીવાસ્તવજી સહિત સામાજિક રાજકીય અને સહકારી આગેવાનો અને અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ અને બોહોળી સંખ્યામાં પશુપાલકો ખેડૂતોને ખેલૈયાઓ આ કાર્યક્રમનો લાભ લીધેલ તેવું અમર ડેરીની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/