fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ વોર્ડ નંબર પાંચની લુહાર સોસાયટીનો ગટરનો પ્રશ્ર્ન નગરપાલિકા દ્વારા આંખના પલકારામાં સોલ્વ કરવામાં આવેલ.

આ સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીના સહયોગ અને સેનિટેશન ચેરમેન હેમાંગ ગઢીયા તથા વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા સદસ્ય અશોકભાઈ ખુમાણનો આ વિસ્તારના રહીશોએ આભાર વ્યક્ત કર્યો.સાવરકુંડલા શહેરમાં વોર્ડ નંબર પાંચમાં આવેલ લુહાર સોસાયટી વિસ્તારમાં છેલ્લા ઘણાં વર્ષોથી ગટરનો પ્રોબ્લેમ હતો જે અંગે સેનિટેશન વિભાગના ચેરમેન હેમાંગ ગઢીયાના ધ્યાન પર આ બાબત આવતાં પાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી તથા વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા સદસ્ય અશોકભાઈ ખુમાણના સંપૂર્ણ સહકારથી વર્ષો જૂની આ સમસ્યા માત્ર આઠ કલાક કરતાં ઓછા સમયમાં હલ કરેલ તે બદલ તે વિસ્તારના રહીશોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી.

આમ ગણીએ તો નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીના સહકાર અને સેનિટેશન ચેરમેન હેમાંગ ગઢીયાની શહેરને ગંદકી મુક્ત કરવાની ઝૂંબેશ હવે શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. સમગ્ર ટીમનું એક જ સ્વપ્ન છે  આપણું કુંડલા હવે સંપૂર્ણપણે સ્વચ્છ બને.. વિદેશના જેવી સ્વચ્છતા હવે સાવરકુંડલાના નસીબમાં હોય એવું તાજેતરની સેનિટેશન કામગીરી જોતાં લાગે છે. દિવાળી બાદ શહેરને વધુ સ્વચ્છ અને ગંદકી રહિત બનાવવા  સેનિટેશન ચેરમેન હેમાંગ ગઢીયાના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ હજુ વધુ સક્રિય કામગીરી થવાની સંભાવના સેવાઈ રહી છે. સમગ્ર શહેરમાં સેનિટેશન વિભાગની કામગીરી ઊડીને આંખે વળગે તેવી જોવા મળે છે. દુશ્મનોને પણ પ્રશંસા કરવી પડે એ રીતે સ્વચ્છતા જાળવવા માટે નગરપાલિકા દ્વારા ખૂબ જ જોરશોરથી કામગીરી ચાલી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/