fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ નાવલી નદીના પટમાં ફરતાં (ચરતાં) અશ્ર્વોની તસવીરની  એક ઝલક.

આમ ગણીએ તો સમયના ચક્રમાં સમય પ્રમાણે ટેકનોલોજી બદલતી જાય છે. ખાસકરીને યંત્ર યુગ શરૂ થયો ત્યારથી વાહન વ્યવહારમાં ગજબની ક્રાંતિ આવી છે એ વાત તો આપણે સૌ જાણીએ છીએ. પહેલાંના સમયમાં પ્રાણીઓનો ઉપયોગ મુસાફરી માટે ભરપૂર કરવામાં આવતો જેમાં ઊંટ ધોડાં, હાથી, બળદ જેવાં પ્રાણીઓનો   પણ માતબર સંખ્યામાં ઉપયોગ થતો હતો.. . એમાં પણ ઝડપી સવારી માટે અશ્ર્વોની તો એક અલગ જ ઓળખ હતી.. હાલના  યંત્ર યુગમાં તો મોટર સાયકલ, કાર, ટ્રક, બસ, ટ્રેન, હેલીકોપ્ટર કે વિમાન જેવાં ઝડપી વાહનોનો યુગ છે. વિજ્ઞાન મંગળ, ચંદ્ર, અને અન્ય ગ્રહો સુધી પહોંચવા સજ્જ થઈ રહ્યું છે. અરે આપણે તો સૂર્ય યાન દ્વારા સૂર્યના વણઉકેલ્યા  રહસ્યો જાણવા માટે મથામણ કરી રહ્યા છીએ. ત્યારે વીતેલા પાછલા યુગની વાત વિસ્મૃત થાય એમાં કશી નવાઈ નથી. જો કે હજુ પણ અમુક અશ્રવપ્રેમી લોકો અશ્ર્વોની સાર સંભાળ પણ રાખે છે અને ક્યારેક અશ્ર્વ પર  સવારી પણ કરે છે. જો કે મોટેભાગે તો હવે અશ્ર્વો લગ્ન પ્રસંગ કે કોઈ માંગલિક પ્રસંગે ક્યાંક ક્યાંક જોવા મળે છે.. સાવરકુંડલા શહેરમાં નાવલી નદીના પટમાં ફરતાં (ચરતાં) બે અશ્ર્વોની તસવીર સાવરકુંડલાના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીના કેમેરામાં ઝડપાયેલ જોવા મળી હતી

આમ ગણીએ તો અશ્ર્વોનો તો ખૂબ મોટો ઈતિહાસ છે. અરબી ઘોડા, કાઠિયાવાડી ઘોડા જેવી અનેક અશ્ર્વોની નસ્લ હજુ પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે.. ચેતકની સવારીએ તો ભારતીય ઇતિહાસમાં અશ્ર્વોની સ્વામિભક્તિ અંગે રચેલો અનોખો ઈતિહાસ આજે પણ લોકમુખે ચર્ચાઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/