fbpx
અમરેલી

સૌની યોજના અંતર્ગત ધારી ખોડીયાર ડેમ ભરવાની માંગ કરતા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

ચાલુ વર્ષે સારો વરસાદ થતાં ધારી ખોડીયાર ડેમ ઓવરફ્લો થયેલ હતો, જેને લીધે લાંબા સમયગાળા સુધી શેત્રુંજી નદી ચાલી હતી અને ખેડૂતોને પિયત માટે બે બે વખત કેનાલ દ્વારા પાણી આપવામાં આવેલું હતું અને હાલમાં પણ ખોડીયાર ડેમની આ કેનાલમાં પાણી શરૂ છે, કેનાલ દ્વારા મળતા પાણીથી મોટાભાગના ગામડાઓના ખેડૂતોને ખૂબ જ લાભ થાય છે, ખાસ કરીને ખારાપાટ વિસ્તારના ગામડાઓના ખેડૂતોને કેનાલના મીઠા પાણીથી પિયત કરવાથી પાક ઉત્પાદન લેવામાં ખૂબ જ મદદરૂપ થાય છે, સતત નદીમાં પાણી છોડવાથી અને બે બે વખત કેનાલ દ્વારા પાણી આપવાથી હાલમાં ખોડીયાર ડેમની જળ સપાટી નીચે જતી રહી છે પરિણામે આખો શિયાળો તથા ઉનાળો બાકી હોય જેથી કરીને પીવાના પાણી માટે તથા ખેડૂતોને પિયત માટે જળસંકટ ઊભું ના થાય તેના માટે સૌની યોજના અંતર્ગત ધારીનો ખોડીયાર ડેમ ભરવામાં આવે તેવી માંગણી અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કરી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/