fbpx
અમરેલી

સાવરકુંડલામાં લાયન્સ કલબ દ્વારા અહીં મહુવા રોડ પર આવેલા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે દિવાળીના પર્વ અનુસંધાને રાહત દરે ફટાકડાના વેચાણના સ્ટોલનો  માનવમંદિરના પૂ ભક્તિરામ બાપુના વરદહસ્તે ગતરોજ શુભારંભ કરવામાં આવ્યો હતો. 

ભારતીય સંસ્કૃતિમાં દિવાળી એટલે ખૂબ મહત્ત્વનો ઉત્સવ.. આ પર્વ લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આ પર્વની એક આખી શૃંખલા હોય છે. વાકબારસથી શરૂ થતું પર્વ છેક લાભપંચમી સુધી દિવાળીના પર્વ તરીકે ઉજવાય છે. દિવાળીનું પર્વ હોય એટલે ફટાકડા તો અવશ્ય ફૂટે જ જો કે અમુક વધુ તીવ્ર અવાજવાળા ફટાકડા હાલ ઉપલબ્ધ હોતા નથી. તંત્રની ગાઇડલાઇન મુજબ ફટાકડાના વેચાણ અર્થે ફટાકડા સ્ટોલ દિવાળીના દસ પંદર દિવસ અગાઉ શહેરમા ઉભા કરવામાં આવે છે. જે અનુસંધાને સાવરકુંડલા સેવા ક્ષેત્રે અગ્રેસર એવી લાયન્સ કલબ દ્વારા પણ આ વખતે સાવરકુંડલા શહેરના મહુવા રોડ પર આવેલા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે ફટાકડા સ્ટોલ ઉભો કરવામાં આવેલ છે. આ ફટાકડા સ્ટોલનો  સાવરકુંડલા માનવ મંદિરના પૂ.ભક્તિરામ બાપુના વરદહસ્તે ગતરોજ સાંજે શુભારંભ કરવામાં આવેલ છે. આ કારમી મોંઘવારીમાં લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા રાહત દરે ફટાકડાનું વેચાણ કરવામાં આવશે. આ ફટાકડાના વેચાણ દરમિયાન થતાં નફાની રકમ પણ સેવાકીય પ્રવૃત્તિઓમાં વાપરવામાં આવશે તેમ લાયન્સ કલબ સાવરકુંડલાના પ્રમુખ કમલ શેલાર દ્વારા જણાવવામાં આવ્યું હતું એમ હિતેષ સરૈયાની એક યાદી જણાવે છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/