fbpx
અમરેલી

જ્ઞાન સહાયક તરીકે હાજર થયેલ ઉમેદવારોની રજા ના મંજુર કરી અન્યાય થવા બાબત.

જય ભારત સાથ જણાવવાનું કે, હાલમાં જ ગુજરાતમાં ભારી વિરોધ વચ્ચે માધ્યમિક તથા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી છે, પુરતી લાયકાત, વર્ષો ની મહેનત બાદ ટેટ, ટાટમાં સારા ગુણ મેળવનાર ને કરાર આધારીત નોકરી પર ભરતી કરી તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે તેવી લાગણી અનુભવી રહેલા યુવાનો હાલ ગુજરાતમાં આંદોલન કરી વિરોધ નોંધાવી રહયા છે.

ભારે વિરોધ વચ્ચે પણ જરૂરીયાત અને બેરોજરાથી પીસાઈ રહેલા અનેક ભાઈઓ બહેનો એ મજબુરીવશ આ જ્ઞાન સહાયકની કરાર આધારીત નોકરી સ્વીકારી છે અને શાળા પસંદગી કરી શાળામાં હાજર પણ થયા છે, પરંતુ આ ભાઈઓ બહેનોને ભવિષ્યમાં અન્ય સારી નોકરીની તક મળે તે માટે સાથે સાથે બાહય ઉમેદવાર તરીકે અભ્યાસ પણ કરતા હોય છે. હાલ સૌરાષ્ટ્ર યુની. તથા અન્ય યનીવર્સીટીના વિવિધ બાહય અભ્યાસક્રમોની પરીક્ષાઓ શરૂ છે તથા તથા આવનારા દિવસોમાં પણ પરીક્ષાઓ આવનાર હોય જેમાં જ્ઞાન સહાયક તરીકે પસંદગી પામેલ ભાઈઓ બહેનો બાહય ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માંગતા હોય છે. પરંતુ અમરેલી જિલ્લામાં એવુ ધ્યાને આવેલ છે કે માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયક તરીકે હાજર થનાર ભાઈઓ બહેનોને બાહય ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા રજા આપવામાં આવતી નથી.

સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ પણ બાહય ઉમેદવાર તરીકે અભ્યાસ કરી નોકરીમાં રજા મુકી પરીક્ષા આપતા હોય છે જયારે શાન સહાયક તો કરાર આધારીત નોકરી હોય યુવાનોને ભવિષ્યમાં સારી અને કાયમી નોકરી માટે અભ્યાસ જરૂરી હોય તો તેમને બાહય પરીક્ષા આપવા માટે રજા ના આપવી એ આવા ભાઈઓ બહેનો સાથે અન્યાય થતો હોય તેવુ લાગી રહયો છે.

તો હાલમાં જ્ઞાન સહાયક તરીકે કરાર આધારીત નોકરી પર લાગેલા ભાઈઓ બહેનો ને બાહય ઉમેદવાર તરીકે અભ્યાસ કરતા હોય તેની પરીક્ષા આપવા માટે રજા આપવામાં આવે તેવી આપ સાહેબ દ્વારા ભલામણ કરવામાં આવે તેવી આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/