fbpx
અમરેલી

૨૭ કરોડના રાજમહેલ વિકાસ પ્રોજેક્ટને આખરી ઓપ અપાતા અમરેલીની શાનમાં થશે વધારો.

             ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી વિધાનસભાના સબળ અને સફળ લોકપ્રતિનિધિ કૌશિક વેકરિયા સરકારમાંથી લગભગ દર અઠવાડિયે કોઈને કોઈ યોજના મંજૂર કરાવીને લઈ આવે છે.એટલે હવે પ્રજા પણ દર અઠવાડિયે કોઇને કોઈ વિકાસકામની મંજૂરીની રાહ જુએ છે.

        અમરેલીના હાર્દ સમા વિસ્તારમાં આવેલ રાજાશાહી સમયના રાજમહેલનો વિકાસ કરવા માટે વિસ્તારના જાગૃત ધારાસભ્યએ કરેલી રજૂઆતના પગલે રાજમહેલનો વિકાસ પ્રોજેક્ટ માટે ૨૭ કરોડ જેવી માતબર રકમ મંજૂર કરવામાં આવેલ. તા.૦૬ નવેમ્બરના રોજ આ બાબતે પ્રવાસન મંત્રીશ્રી મૂળુભાઇ બેરાની અધ્યક્ષતામાં અમરેલી ધારાસભ્યની ઉપસ્થિતિમાં પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પ્રેઝન્ટેશન રાખવામાં આવેલ. જેમાં લાઠી – બાબરાના ધારાસભ્ય જનક તળાવિયા પણ હાજર રહેલ. આ મિટિંગમાં અપાયેલ આખરી ઓપ મુજબ હવે રાજમહેલ વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત અમરેલીની પ્રજાને રાજમહેલ પરિસરમાં જ કેફે વિથ બેંકવેટ હોલની સગવડ મળશે.

જેથી શુભ પ્રસંગોમાં લોકો માટે નવી રાજાશાહી કક્ષાની સગવડ મળશે. સાથે ભવ્ય હેરિટેજ હોટેલ પણ અહીં બનશે અને થીમ બેઈઝ મ્યુઝિયમ સાથે વિશાળ લાઇબ્રેરી પણ નિર્માણ પામશે. નજીકનાં દિવસોમાં ઉકત ભેટ મળતા અમરેલીની પ્રજાની સુખાકારીમાં વધારો થશે. મ્યુઝિયમમાં દુર્લભ પુરાતન ચીજવસ્તુઓ રાખવામાં આવશે તથા લાયબ્રેરીમાં મૂલ્યવાન ગ્રંથોને સ્થાન મળશે જેથી અમરેલી જિલ્લાના અને જિલ્લા બહારના અભ્યાસુ લોકોને તથા વિદ્યાર્થીઓને એનો સીધો લાભ મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/