fbpx
અમરેલી

પ્રત્યેક યુવા મતદારોને મતદાર જાગૃતિ કાર્યક્રમના એમ્બેસેડર બની મતદાન માટે જાગૃતિ પ્રસરાવવા માટે અનુરોધ કરતા જિલ્લાચૂંટણી અધિકારીશ્રી

ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૦૧.૦૧.૨૦૨૪ની લાયકાતનીતારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ જાહેર કરવામાં આવ્યો છેજેનો સમયગાળો તા.૨૭.૧૦.૨૦૨૩(શુક્રવાર) થી તા.૦૯.૧૨.૨૦૨૩ (શનિવાર) નક્કી કરવામાં આવ્યો છે. આ ઝુંબેશ અંતર્ગત તા.૦૧.૦૧.૨૦૨૪ની સ્થિતિએ લાયકાત ધરાવતા ભારતના નાગરિકો મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવી શકશે તેમજ મતદારયાદીમાં નામ ધરાવતા મતદારો પોતાની વિગતોમાં સુધારા કરાવી શકશે.

આ ઝુંબેશનાભાગરુપે અમરેલી શહેરમાં વિદ્યાસભા કેમ્પમાં આવેલી નર્સિંગ કોલેજ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરઅજય દહિયાના અધ્યક્ષ સ્થાને યુવા મતદાર જાગૃતિ‘ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોને ચૂંટણીપંચના જાગૃતિ કાર્યક્રમ અંગે સમજ આપવામાં આવી હતી.

         આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએયુવાનોને મતદાર તરીકે પોતાની નોંધણી કરાવવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યુહતુ કેતા.૦૧.૦૧.૨૦૨૪ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર ભારતના તમામ યુવક-યુવતીઓફોર્મ નં.૦૬નો ઉપયોગ કરી મતદાર તરીકે પોતાની નોંધણી કરી શકે છેઆ ફોર્મજે-તે વિસ્તારના નજીકના બુથ લેવલ અધિકારીશ્રી (BLO) પાસેથી મળી શકશે. યુવાનો ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને વોટર્સએપ્લિકેશન પરથી પણ આ નોંધણી કરાવી શકે છે. આ નોંધણી સફળતાપૂર્ક થયા બાદ ફોટો મતદાર યાદી પ્રસિદ્ધ થશે અને ત્યારબાદ ઘરના સરનામા પર તમારું મતદાર કાર્ડ પહોંચશે.

          આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રીએ દરેક યુવક-યુવતીઓને મતદાર જાગૃતિ અભિયાનના એમ્બેસેડર બનવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યુહતુ કે યુવાનોએ પોતાના મિત્રોપરિવારવર્તુળમાં સૌને મતદાર તરીકે નોંધણી કરાવવા જાગૃતિ પ્રસરાવવી જોઈએ.આ કાર્યક્રમમાં સ્થળ પર જ મતદાર નોંઘણી કાઉન્ટર રાખવામાં આવ્યું હતું અને યુવાન મતદારોની નોંધણી કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સૌએ ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી મતદાર શપથ લીધી હતી.

        મતદાર તરીકે નોંધણી કરાવવા માટે જરુરીપુરાવાઓ : જે યુવક-યુવતીઓ પોતાનું નામ મતદાર તરીકે નોંધાવવા માંગે છે તેતા.૦૧.૦૧.૨૦૨૪ની સ્થિતિએ ૧૮ વર્ષ પૂર્ણ કરતા હશે તો પણ પોતાનું નામ નોંધાવી શકે છે. તેના માટે જન્મનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્રરહેણાંકનો પુરાવોઘરના કોઈ એક સભ્યનું મતદાર કાર્ડ લઈ અને ફોર્મ નં.૦૬ ભરી નોંઘણી કરાવી શકે છે. આ તમામ પ્રક્રિયા  ભારતના ચૂંટણીપંચ દ્વારા નિયત કરવામાં આવેલ વિવિધ પ્લેટફોર્મ મારફત ઓનલાઇન પણ ઉપલબ્ધ છેજેવી કે Voter Helpline Mobile App (Android/iOS) , https://voterportal.eci.gov.in/  BLO App, BLO મારફત વધુ માહિતી માટે મતદારો ભારતના ચૂંટણીપંચના મતદાર હેલ્પલાઇનનંબરટોલ ફ્રી ૧૯૫૦ પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકાશે.

        આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી અમરેલીસંસ્થાના સંચાલકશ્રીચતુરભાઈખૂંટશ્રીવસંતભાઈસહાયક ચૂંટણી અધિકારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/