fbpx
અમરેલી

અમરેલી મિશન બ્રોડગેજ ટીમે ખીજડીયા અમરેલી ચલાલા મીટર ગેજમાંથી બ્રોડગેજ પરિવર્તન માટે DRM ને રજુઆત કરી મિશન બ્રોડગેજ મુદ્દે સહી ઝુંબેશ પોષ્ટ કાર્ડ ઝુંબેશ “હું તો કાગળિયા લખી લખી થાક્યો કાનુડા તારા મન માં નથી”

અમરેલી શહેર બ્રોડગેજ થી વંચિત રહી ગયેલ છે અમરેલીની ૩૫ વર્ષ જૂની આ જનતાની માંગ છે ભારતમાં કદાચ અમરેલી શહેર એવું હશે તે બ્રોડગેડ લાઈનથી વંચિત રહી ગયેલ છે અમરેલી શહેરની પ્રજા બ્રોડગેજ માટે વલખી રહી છે.. સરકાર તરફથી એવી જાહેરાત થઈ છે કે એક પણ જિલ્લા શહેર બ્રોડગેજ રેલવે ટ્રેન થી સુવિધા વગર નહીં રહે પણ અમરેલી શહેરને વર્ષોથી અન્યાય થઈ રહેલ છે અમરેલી દ્વારા નગરજનોએ એક મોટો સમૂહ એ કલેકટરશ્રીને અમરેલીને આવેદન આપેલ ત્યારબાદ અમરેલીના વેપારીઓ દ્વારા પીએમ ઓફિસે ઓફિસરને હજારો પોસ્ટ કાર્ડ લખીને અમરેલીને મીટર ગેજ પરિવર્તન કરી બ્રોડગેજ લાઈન નાખી લાંબા રૂટની ટ્રેન મળે તેવી માગણી કરેલ ત્યારબાદ રાજકમલ ચોક અમરેલી ખાતે વધુ એક પોસ્ટકાર્ડ ઝુંબેશ કરેલ તે પોસ્ટકાર્ડ પી એમ ઓ ઓફિસ ને મોકલાવેલ છે

ત્યારબાદ તારીખ અમરેલીમાં મહાનુભાવો અને અમર જવાનની પ્રતિમા ને અમરેલીના પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા મહાનુભાવો ના સ્મારક ફુલહાર કરી અને તે સ્થળે મિશન બ્રોડગેજ અમરેલી માટે સહી ઝુંબેશ દ્વારા કરેલ સહીઓ ના ઓરીજનલ કાગળો સાથે રૂબરૂમાં આપવા આવેલ મિશન બ્રોડગેજ ટીમ ની માંગણી ને લાગણી છે તે અમરેલી શહેરને વેલામાં વેલી તકે બ્રોડગેજ લાઈન અને લાંબા રૂટની ટ્રેનો મળે તેવી માંગણી છે અમરેલી શહેરના નગરજનોની માંગણી પહોંચાડવા DRM ભાવનગર રેલવે પરા ને રજુઆત કરી  વર્ષો જૂની માગણી ને તાત્કાલિક ધ્યાનમાં લઇ અને સત્વરે અમરેલી શહેરને બ્રોડગેજ આપવા નમ્ર વિનંતી કરેલ હતી મિશન બ્રોડગેજ મુદ્દે સહી ઝુંબેશ પોસ્ટકાર્ડ ઝુંબેશ સહિત અનેક વખત આવેદન પત્ર લેખિત રજૂઆતો પછી હકારાત્મક અભિગમ કેમ નહિ ? “હું તો કાગળિયા લખી લખી થાક્યો કાનુડા તારા મન માં નથી” વ્યવસ્થા તંત્ર સંપૂર્ણ પેપર લેસ થઈ ગયું છે કે શું ? ઇ સરકાર ના નામે આટલી બધી પ્રબળ રજૂઆતો પ્રત્યે ઉદાસીનતા કેમ ?

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/