fbpx
અમરેલી

લાઠી તાલુકાના ચાવંડ ગામે સને ૨૦૦૮ માં થયેલ ઘરફોડ ચોરી કરનાર ઇસમને પકડી પાડી, ૧૫ વર્ષ જુનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી, મુળ માલિક ને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા મિલકત વિરૂધ્ધના ગુનાઓ આચરતા અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવેલ અને આજ રોજ તા.૦૯/૧૧/૨૦૨૩ નાં રોજ બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે પોરબંદરથી એક ઇસમને પકડી પાડી, મજકુર ઇસમની સઘન પુછ પરછ કરતા તેને અલગ અલગ જગ્યાથી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા, પકડાયેલ આરોપીને આગળની કાર્યવાહી થવા લાઠી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

જયેશ ઉર્ફે ભંભો શંભુભાઇ ચૌહાણ ( મારવાડી), ઉ.વ.૪૦, રહે.ઘાટવડ, રેલ્વે સ્ટેશનની સામે, મારવાડી વિસ્તાર, પ્રાંચી રોડ, તા.કોડીનાર, જિ.ગીર સોમનાથ.

ગુનાની વિગતઃ-

ગઇ તા.૧૪/૦૮/૨૦૦૮ ના કલાક ૧૧/૦૦ વાગ્યાના અરસામાં લાભુબેન જાદવભાઇ વાઘજીભાઇ નારીયા, ઉં.વ.૭૦, રહે.ચાવંડ, પ્લોટ વિસ્તાર, તા.લાઠી, જિ.અમરેલી વાળાનાં બંધ રહેણાંક મકાનમાં કોઇ અજાણ્યા ચોર ઇસમે પ્રવેશ કરી, મકાનમાં ગોદરેજના કબાટને ખોલી, તેમાં રહેલ સોનાના દાગીના તથા રોકડ મળી કુલ કિં.રૂ.૧,૧૮,૦૦૦/- ની મુદ્દામાલની ચોરી કરી, નાશી ગયેલ હોય, જે અંગે લાભુબેન દ્રારા ફરીયાદ જાહેર કરતા લાઠી પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૮૦/૨૦૦૮, આઇ.પી.સી. કલમ ૪૫૪, ૩૮૦ મુજબનો ગુનો રજી. થયેલ.

આરોપીની પુછ પરછ દરમિયાન જણાય આવેલ હકિકતઃ-

સને ૨૦૦૮ માં પોતે સાવરકુંડલા રહીને મજુરી તથા કટલેરીના સામાનની ફેરી કરી, વેચાણ કરતો હોય, અને કટલેરીના સામાનનું વેચાણ કરવા લાઠી તાલુકાના ચાવંડ ગામે આવેલ, તે દરમિયાન એક પ્લોટમાં બંધ મકાન હોય, તેની બાજુમાં ઇંટોનો ઢગલો પડેલ હોય, જે ઇંટો ઉપર ચડી, મકાનની દિવાલ ઉપર ચડી મકાનમાં પ્રવેશ કરી, અંદરનો દરવાજો બંધ કરી, રૂમના કબાટના ખાના ખોલી ત્રણ સોનાના ચેઇન, તથા એક સોનાનો હાર તથા બે સોનાની વીટી તથા આશરે રોકડ આઠેક હજારની ચોરી કરી, ઘરે જતો રહેલ હોવાની હકિકત જણાવેલ છે.

પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિયાસઃ-

પકડાયેલ આરોપી જયેશ ઉર્ફે ભંભો શંભુભાઇ ચૌહાણ નીચે મુજબના ગુનામાં પકડાયેલ છે.

(૧) મોરબી તાલુકા પો.સ્ટે. (જિ.મોરબી) ફ. ગુ.ર.નં.૩૦૮૫/૨૦૦૪, આઇ.પી.સી. કલમ ૩૮૦ વિ. મુજબ. (૨) ગઢડા પો.સ્ટે. (બોટાદ) કુ. ગુ.ર.નં.૧૩૫/૨૦૦૮, આઇ.પી.સી. કલમ ૩૮૦ વિ. મુજબ.

(૩) કાલાવડ પો.સ્ટે. (જામનગર)ફ. ગુ.ર.નં.૧૩૮/૨૦૧૧, આઇ.પી.સી. કલમ ૪૫૪, ૩૮૦, ૪૧૧, ૧૧૪ મુજબ. (૪) જુનાગઢ તાલુકા પો.સ્ટે. (જુનાગઢ)સે.ગુ.ર.ન.૩૦૫૧/૨૦૧૧, આઇ.પી.સી. કલમ ૩૮૦ વિ. મુજબ.

(૫) કલ્યાણપુર પો.સ્ટે. (જામનગર)ફ. ગુ.ર.નં.૦૨/૨૦૧૨, આઇ.પી.સી. કલમ ૩૮૦ વિ. મુજબ.

(૬) કોડીનાર પો.સ્ટે.(ગીર સોમનાથ) ફ.ગુ.ર.નં.૦૭/૨૦૧૨, આઇ.પી.સી. કલમ ૪૫૪, ૩૮૦, ૧૧૪ મુજબ,

(૭) કોડીનાર પો.સ્ટે.(ગીર સોમનાથ) પ્રોહી.ગુ.ર.નં.૩૯૪/૨૦૧૮, પ્રોહી. કલમ ૬૫(એ)(એ) મુજબ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ

અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથાએ.એસ.આઇ. જાવેદભાઇ

ચૌહાણ, તથા હેડ કોન્સ. મનિષભાઇ જાની, નિકુલસિંહ રાઠોડ, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ. રાહુલભાઈ ઢાપા,

હરેશભાઇ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/