fbpx
અમરેલી

મતદાન માટે જાગૃત્તિ આવે તે માટે રંગોળીના માધ્યમથી વિશેષ પ્રયાસ

 ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૦૧.૦૧.૨૦૨૪ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ જાહેર કરવામાં આવ્યો છે. તા.૨૭.૧૦.૨૦૨૩ (શુક્રવાર) થી શરુ થયેલા આ અભિયાન આગામી તા.૦૯ ડિસેમ્બર, ૨૦૨૩ (શનિવાર) સુધી નક્કી કરવામાં આવ્યું છે. જિલ્લામાં વસવાટ કરતા દેશના યુવા નાગરિકો વધુમાં વધુ મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી-વ-કલેકટરશ્રી, અમરેલી તરફથી જાહેર અપીલ કરવામાં આવે છે.

        મતદાર યાદીમાં નામ નોંધાવવા, કમી કરાવવા સહિતની બાબતોથી નાગરિકો વાકેફ થાય અને તેમને આ કામગીરી અંગેની વિગતો મળી રહે તે ઉદ્દેશ્ય સાથે તે માહિતી દર્શાવતા પત્રકો, બેનર ફટાકડાના વિવિધ સ્ટોલ પર મૂકવામાં આવ્યા છે. વધુમાં દિવાળીના તહેવારમાં રંગોળીનું મહત્વ વધુ છે ત્યારે રંગોળીના માધ્યમથી મતદારોને મતદાન માટે જાગૃત્તિ આવે તેવો પ્રયાસ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. 

મહત્વનું છે કે, ભારતના ચૂંટણીપંચ દ્વારા નિયત કરવામાં આવેલ વિવિધ પ્લેટફોર્મ મારફત નાગરિકો ઓનલાઇન પણ આ ફોર્મ ભરી શકશે, જેમાં Voter Helpline Mobile App (Android/iOS) , https://voterportal.eci.gov.in/  BLO App (BLO મારફત વધુ માહિતી માટે મતદારો ભારતના ચૂંટણીપંચના મતદાર હેલ્પલાઇન નંબર (ટોલ ફ્રી) ૧૯૫૦ પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અમરેલીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/