fbpx
અમરેલી

રાજ્ય કક્ષાએ બેઝ બોલ બહેનોની સ્પર્ધા માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતું ગુરુકુલ સાવરકુંડલા

સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત સ્પોર્ટ્સ માં ગુજરાત સરકાર અંડર -૧૭ બેઝ બોલ બહેનોની સ્પર્ધા ડીસા (બનાસકાંઠા )મુકામે રાજ્ય કક્ષા નું આયોજન જિલ્લા રમત ગમત અધિકારી ગાંધીનગર દ્વારા થયેલ. તેમાં અમરેલી જિલ્લાની ટીમ માં સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા સંસ્થા ની સમગ્ર સ્કૂલ ની ટીમ ગુજરાત રાજ્ય માં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જેમાંથી સાત વિદ્યાર્થીઓ નેશનલ સ્પર્ધા માં રમવા જશે.

આ વિદ્યાર્થીઓ તથા શિક્ષક મિત્રો એ સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા નુ નામ રોશન કરેલ છે. જેમાં ગુરુકુળ શાળા નાં રમત ગમત નાં કોચ તરીકે દીપક ભાઈ વાળા તથા દિગ્વિજયસિંહ ઝાલા એ ખૂબજ તનતોડ મહેનત કરી વિજય મેળવ્યો છે તેમજ તેઓ વિદ્યાર્થીઓનાં સર્વાગી વિકાસ માં ખૂબજ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. સમગ્ર ગુરુકુળ શાળાની ટીમ રાજ્ય માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતાં સંસ્થા ના વડા ભગવત પ્રસાદ દાસજી સ્વામી તથા ગુરુકુળ નાં પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી તથા કોઠારી સ્વામી અક્ષર મુક્ત સ્વામી, શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ઘનશ્યામભાઇ તેમજ વિવિધ શાળા નાં પ્રિન્સિપાલ દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/