fbpx
અમરેલી

નવા વર્ષમાં નવલા અભિગમનો નવો અધ્યાયનો આરંભસૌની યોજના દ્વારા 90 કરોડની રકમના ખર્ચે શેલ દેદુમલ અને સુરજવડી ડેમોમાં આવશે નવા નીરસૌની યોજના અધિકારીઓને સંગાથે રાખીને કામની સમીક્ષા કરતા ધારાસભ્ય કસવાળા

સાવરકુંડલા તાલુકાના ખેડૂતોને સૌની યોજનાનું પાણી મળી રહે તેવા નવા વર્ષના આરંભે જ ધારાસભ્ય મહેશ કસવાળાએ સૌની યોજના ના અધિકારીઓને સંગાથે રાખીને શેલ દેદુમલ અને સુરજવડી જેવા બન્ને ડેમોને પાઇપ લાઇન કામગીરીઓ શરૂ કરવાના શુભારંભ આજથી શરૂ કરવામાં આવ્યો હતો. સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક ની ચૂંટણી લડવા આવેલા ભાજપના ઉમેદવાર મહેશ કસવાળાએ ચૂંટણી ટાઈમે જાહેર પ્રચારોમાં ખેડૂતોના હિત અને ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ કામગીરીઓ કરીને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ કેવા હોય તેવી એક તક મતદાતાઓ આપે તો સાર્થક કરવાની જવાબદારી મારી રહેશે તેવો કોલ ચૂંટાઈ ગયા બાદ ધારાસભ્ય બનીને મહેશ કસવાળાએ સાર્થક સાબિત કરવા રાજ્ય સરકારમાં રજૂઆતો અને રૂબરૂ મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ સાથે પરામર્શ કરીને સાવરકુંડલા તાલુકાના સૌથી મોટા બે ડેમો જો સૌની યોજના ના પાણીથી ભરવામાં આવે તો ખેડૂતોને 365 દિવસ ખેતી કરવાના ઉજ્જળા સંજોગો સાર્થક સાબિત થાય અને ખેડૂતો સધ્ધર થાય તેવા પ્રયત્નોને સફળતા મળી હોય તેમ આજે સૌની યોજનાના ભાવનગરથી આવેલા સૌની યોજના વિભાગના અધિકારીઓ અને અમરેલી સિંચાઇ વિભાગ સાથે બેઠક કરીને સ્થળ પર મુલાકાત કરવા ગયેલા ધારાસભ્ય મહેશ કસવાળાએ

                                    હાથસણીના શેલ દેદુમલ ડેમ અને ધારગણી ની સીમ સુધી સૌની યોજના ના પાઇપ લાઈન ના પોઇન્ટ સુધી અધિકારીઓને સાથે રાખીને જરૂરી સૂચનો અને માર્ગદર્શન ધારાસભ્ય મહેશ કસવાળાએ આપ્યું હતું ત્યારે આશરે 90 કરોડ ના ખર્ચે શેલ દેદુમલ ડેમ અને સૂરજવડી ડેમમાં સૌની યોજના ના પાઇપ લાઈનમાં કાર્ય નો શુભારંભ કરવામાં આવ્યો હતો ને આ સૌની યોજનાની કામગીરી 2024 ના સપ્ટેમ્બર માસમાં પૂર્ણ કરીને સૌની યોજનાના પાણીથી બન્ને ડેમો ભરાઈ જાય ને ખેડૂતોના જમીની તળ મજબૂત થાય ને વધારે માં વધારે ખેતીપાક ખેડૂતો લઈ શકે તેવા અભિગમ ને સાર્થક કરવાના પ્રયત્નને સફળતા મળેલ હતી. અગાઉ પણ સાવરકુંડલા લીલિયા વિધાનસભા બેઠકના ગામડાઓમાં ખેડૂતોના હિતાર્થે રોડ રસ્તાઓથી લઈને ખેડૂતોને સૌથી મુશ્કેલ ગણાતા સિંચાઇના પાણી માટેની મુશ્કેલીઓ પણ આગામી દિવસોમાં દૂર કરવામાં ધારાસભ્ય મહેશ કસવાળા કામને પ્રાધાન્ય સાથે સમાજિક પ્રસંગો ને પણ મહત્વ સાથે પહેલા પ્રજાના કામને વધુ મહત્વ આપીને મતદારોના હર્દય માં એક અલગ સ્થાન બનાવ્યું છે જેના ફળ સ્વરૂપે અગાઉ 400 કરોડની સૈધાંતિક મંજૂરીઓ બાદ વધુ 90 કરોડ માતબર જેવી રકમથી સૌની યોજનાનું પાણીથી હાથસણી નો શેલ દેદુમલ ડેમ અને સૂરજવડી ડેમ આવતા દિવસોમાં ખેડૂતો માટે સોનેરી દિવસો લાવવામાં સફળ સાબિત થશે તેમાં કોઈ બેમત નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/