fbpx
અમરેલી

સનરાઇઝ સ્કૂલ સામે આવેલ..શિવાજી નગરનો ત્રિકોણ બાગ સાવરકુંડલા શહેર સુધરાઇ દ્વારાસૂર્યોદય એજ્યુકેશન ટ્રસ્ટ ને સોંપાયો…

સાવરકુંડલા નગરપાલિકા દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ યોજના અંતર્ગત શહેરના શિવાજી નગર મા સનરાઇઝ સ્કૂલ સામે આવેલ જાહેર જનતાના ઉપયોગ માટેના ત્રિકોણ બાગ માં લોક ઉપયોગી વધુ સુધારા વધારા કરી, આકર્ષક બનાવી ને શહેરની રોનક મા ઓર ઉમેરો કરવા. સમગ્ર અમરેલી જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવતી સંસ્થા શ્રી સૂર્યોદય કેળવણી અને સાંસ્કૃતિક મંડળ ટ્રસ્ટ ને સોંપવામાં આવ્યો છે. ખાસ નોંધનીય બાબત એ છે કે, છેલ્લી સાધારણ સભામાં નગરપાલિકા તૃપ્તિબેન રાજુભાઈ દોશી દ્વારા આ બાબતે રજૂ કરવામાં આવેલ ઠરાવને તમામે તમામ નગરસેવકો, ભાજપ તથા કોંગ્રેસ દ્વારા સર્વાનુમતે ખૂબ જ ખુશી વ્યક્ત કરી પસાર કરવામાં આવ્યો હતો. 

આ બાબતે વર્તમાન અધ્યક્ષ મેહુલભાઈ ત્રિવેદી, પૂર્વ પ્રમુખ રાજુભાઈ દોશી, નગરસેવક અજયભાઈ ખુમાણ દ્વારા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રતાપભાઈ ખુમાણ ને ઠરાવની નકલ સોંપવામાં આવી હતી. આ બાબતની જાણકારી ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ને મળતા તેમણે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ટ્રસ્ટ તો ખૂબ સદ્ધર છે, તેમને હજી ઘણી મોટી જવાબદારી ઓ સોંપવામાં આવે તો ઘણું લોક ઉપયોગી કાર્ય કરવા માટે સક્ષમ છે. આ તબક્કે મેનેજીંગ ટ્રસ્ટી પ્રતાપભાઈ ખુમાણ દ્વારા જણાવાયું છું કે, સાવરકુંડલા નગરપાલીકાના તમામે તમામ 36 નગરસેવકોએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો અને ખાસ પૂર્વ પ્રમુખ તૃપ્તિબેન રાજુભાઈ દોશીએ આ બાબતે અંગત રસ લઈ, અમને જવાબદારી સોંપી તે બદલ ધન્યતા અનુભવીએ છીએ. ધારાસભ્યશ્રીની લાગણીની પણ નોંધ લઈ, ભવિષ્યમાં શહેર કે કોઈપણ ગ્રામ્ય વિસ્તારમા સેવા કાર્ય કરવાની તક આપવામાં આવશે તો ક્ષમતા અનુસાર સ્વીકારીશું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/