fbpx
અમરેલી

સમગ્ર રાજ્યમાં આગામી તા. ૨૪ અને તા.૨૫ નવેમ્બરના રોજ રવી કૃષિ મહોત્સવ-૨૦૨૩નું આયોજન

રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૨૪ અને તા.૨૫ નવેમ્બર,૨૦૨૩ના રોજ સમગ્ર રાજ્યમાં રવી કૃષિ મહોત્સવ-૨૦૨૩નું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. આ અંતર્ગત જિલ્લાના તમામ ૧૧ તાલુકામાં રવી કૃષિ મહોત્સવ-૨૦૨૩ યોજાશે. આગામી તા.૨૪ નવેમ્બર,૨૦૨૩ના રોજ લીલીયા રોડ, અમરેલી સ્થિત  ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે અમરેલી તાલુકા કક્ષાનો રવી કૃષિ મહોત્સવ-૨૦૨૩ યોજાશે, જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વેકરિયા ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, રવી કૃષિ મહોત્સવમાં કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, પશુ આરોગ્ય કેમ્પ, સેવાસેતુ કાર્યક્રમ જેવા વિવિધ કાર્યક્રમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં બહોળી સંખ્યામાં જિલ્લાના ખેડૂતો ભાગ લેશે. આ ઉપરાંત ખેડૂતોને મોડલ ફાર્મની મુલાકાતનો પણ અવસર મળશે.

      રાજ્ય સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી યોજનાઓ અમલી છે જેના લાભ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે. રવી કૃષિ મહોત્સવ-૨૦૨૩માં ખેડૂતોને કૃષિલક્ષી વિવિધ યોજનાઓની માહિતી પણ આપવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/