fbpx
અમરેલી

૨0૨૨ માં ખેડુતની ડબલ આવક કરવાની વાતો કરનારી સરકારનાં રાજમાં કપાસ ૧ મણ રૂ।.૧૪00/- થી નીચે વેચાઇ રહ્યો છે : વીરજીભાઈ ઠુંમર 

ગુજરાતનો ખેડુત અને ગરીબવર્ગ માર્યા-માર્યા ફરે છે તેમ જણાવી પુર્વ સાંસદ/ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે એક પ્રેસ નિવેદન કરી જણાવ્યું હતુંકે, ૨0૨૨ માં ખેડુતની ડબલ આવક કરવાની વાતો કરનારી સરકારનાં રાજમાં કપાસ ૧ મણ રૂ।.૧૪00/- થી નીચે વેચાઇ રહ્યો છે મનમોહનજી ની સરકારમાં તે વખત રૂ।.૧૬00/- મળતા હતા. ૧0 વર્ષ મનમોહનજી ની સરકાર અને ૧0 વર્ષ ભાજપની સરકારમાં સરખામણી કરવામાં આવે તો ખેડુતની પરિસ્થિતિ બેહાલ બની છે. ૨00૫-0૬ માં રૂ।.૧૬00/- કપાસ અને રૂ।.૭00/- ડીએપીએ ની થેલી, રૂ।.૧૯0/- યુરીયા, રૂ।.૫૨/- ડીઝલ, સિમેન્ટ લોખડનો ભાવ હતો તે કરતા ત્રણ ગણો થયો છે ખેડુતોને પાયાનું ખાતર મળતું નથી અને ભાજપની સરકાર રોજ વાહ-વાહી લુટી રહી છે. ૧૫૬ ની છાતીની વાતો કરનારી ભાજપની સરકારને ૧૫૬ ગુજરાતની પ્રજાએ આપ્યા પછી નોનપ્લાન રસ્તાનું બાળ મરણ થયું છે.

ખેડુતો દેવામાં દબાતા આત્મવિલોપન કરી રહ્યા છે. ગરીબ માણસ પોતાના અંગો વહેચીને દિવાળી ઉજવી રહ્યા છે. ત્યારે બે મોઢાની ભાજપ છત્તીસગઢ અને રાજસ્થાનમાં રૂ।.૫00/- ગેસનાં બાટલા આપવા ફાકા જીકી રહ્યા છે જયા ભાજપ જીતવાનું નથી. ગુજરાતમાં ૩૫ વર્ષથી ભાજપનું રાજ ચાલે છે તો ગુજરાતની પ્રજાનો શું વાંક છે? ૧૫ વર્ષ પહેલા કપાસનાં રૂ।.૧૬00/- મળતા હતા હવે ૧૪00/- મળે છે તેમાં ખેડુતનો શું વાંક છે? તેવો એક વૈધક પ્રશ્ન સાથે પુર્વ સાંસદ/ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમરે દુ:ખ સાથે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઇ પટેલનું નામ વટાવી સરદારને નેસ નાબુદ કરવાનું સરદારના નામે લોકપ્રિયતા લેવાનું ભાજપનું જે કારસ્તાન છે જો ભાજપ સરદારને માનતા હોય તો કોમી પરિબળ ઉપર સરકારે પ્રતિબંધ મુકયો હતો તેના પર ભાજપ શું કહેવા માંગે છે તેનો પણ ખુલાસો કરે, તેમશ્રી ઠુંમરે અંતમાં જણાવ્યું હતું. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/