fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર ફૂટપાથ વહેલીમાં વહેલી તકે બને તેવી આ વિસ્તારના લોકોની માંગણી છે. 

અગાઉ આ સંદર્ભે. આ વિસ્તારના રહીશો દ્વારા. સલંગ્ન તંત્રને લેખિત રજૂઆત પણ કરવામાં આવેલ છે.સગર્ભા મહિલાઓ, બાળકો અને વૃધ્ધજનો માટે આ રસ્તા પર સરળતાથી અવરજવર કરવા માટે ફૂટપાથ આવશ્યક પણ છે.સાવરકુંડલા શહેરમાં આવેલ હાથસણી રોડ પર રોડની બંને બાજુએ ફૂટપાથ કયારે બનશે?સાવરકુંડલા શહેરના  હાથસણી રોડની બંને સાઈડમાં લોકો સરળતાથી અવરજવર કરી શકે એ માટે રસ્તાની બંને બાજુ ફૂટપાથ બનાવવાની લોકમાંગ ઉઠી છે. આમ તો આ રોડ પર આગળ માનવમંદિર તથા શિવદરબાર આશ્રમ કાનાતળાવ તથા હાથસણી ગામ પાસે શેલ દેદૂમલ ડેમ પણ આવેલ હોય લોકોનો આવરોજાવરો આ રોડ પર વધુ રહે છે. એટલે વાહનોની આવનજાવન પણ વધુ રહે છે..

એટલે ઘણીવખત બેફામ સ્પીડે જતાં વાહનો દ્વારા રસ્તા પર જતાં રાહગીરોને અકસ્માતનો ભય પણ રહે એ સ્વાભાવિક છે. ખાસકરીને આ રોડ પર સગર્ભા સ્ત્રીઓને, બાળકો અને વૃધ્ધોને જો ફૂટપાથ બને તો ચાલવામાં વધુ સરળતા રહે. જો કે આ સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકા અને અમરેલી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનને પણ અગાઉ લેખિત રજૂઆત કરી હતી.અને છેલ્લે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાને પણ આ સંદર્ભે મૌખિક રજૂઆત કરવામાં આવી છે. લોકો વહેલીમાં વહેલી તકે આ વિસ્તારના રોડ પર ફૂટપાથનું નિર્માણ થાય તેવું ઇચ્છી રહ્યા છે. જો વાત ડીમાર્કેશન એટલે કે હદ નિશ્ર્ચિત કરવાની હોય જેમકે નગરપાલિકા કે જિલ્લા પંચાયત જેની પણ હદ  હોય તે સંદર્ભે યોગ્ય સંકલન સાધી આ રોડની બંને સાઇડમાં ફૂટપાથનું નિર્માણ થાય એવું લોકો ઈચ્છી રહ્યા છે.. ટેકનિકલી જે કંઈ ઘટતું કરવું પડે એ સંદર્ભે તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે સંકલન કરીને વહેલીમાં વહેલી તકે ફૂટપાથ થાય એ  જરૂરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/