fbpx
અમરેલી

અમરેલીના સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાના પ્રયાસોના ફળસ્વરૂપે ભારત સરકારના સડક પરીવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા નેશનલ હાઇવે ૩૫૧ મહુવા – જેતપુર નિર્માણના કામે જમીન સંપાદન માટે નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું

નોટીફિકેશનમાં અમરેલી જિલ્લાના ૧૭ ગામો અને ૦૨ શહેરના કુલ – ૫૨૫ સર્વે નંબરોનો સમાવેશ થયો.આ કામે કોઈને વાંધો હોય તો You તેઓ પ્રાંત અધિકારીશ્રી, અમરેલી સમક્ષ ૨૧ દિવસની મર્યાદામાં વાંધો રજૂ કરી શકશે – સાંસદ શ્રી કાછડીયા૧૦૮ તરીકેની છાપ ધરાવતા એવા અમરેલીના સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા દ્વારા અમરેલી જિલ્લાના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેનાર નેતા માંના એક છે. અમરેલી જિલ્લાને નેશનલ હાઈવેની કનેક્ટીવિટીનો વધુ ને વધુ લાભ મળી રહે તે માટે તેઓ સતત ભારત સરકાર તેમજ ગુજરાત સરકારમાં રજૂઆત કરતા આવ્યા છે.

અમરેલી માટે મહુવા – સાવરકુંડલા – અમરેલી – બગસરા – વડીયા – જેતપુર નેશનલ હાઇવે-૩૫૧ ને મંજૂરી અપાવ્યા બાદ પેકેજ – ૧ મહુવા થી બાઢડા, પેકેજ – ૨ બાઢડા થી અમરેલી અને પેકેજ -૩ અમરેલી થી બગસરાનું કંસ્ટ્રકશન કામ ઝડપથી ચાલુ થાય તે માટે માન. કેન્દ્રીય મંત્રી શ્રી નીતિનભાઇ ગડકરીજી ને તેમજ માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલજીને અસરકારક રજૂઆતો કરેલ હતી. જેના ફળસ્વરૂપે ભારત સરકારના સડક પરીવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા તા. ૨૨ નવેમ્બર, ૨૦૨૩ ના રોજ નેશનલ હાઇવે ૩૫૧ મહુવા – જેતપુર નિર્માણના કામે જમીન સંપાદન માટે નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.

આ તકે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જણાવેલ છે કે, આ નોટીફિકેશનમાં અમરેલી જિલ્લાના કુલ ૧૭ ગામો અને ૦૨ શહેરી વિસ્તારના સર્વે નંબરોનો સમાવેશ થયેલ છે. જેમાં અમરેલી તાલુકાના નવા ખીજડીયા ગામના – ૫૬, ગાવડકા ગામના – ૨૫, ચાંપાથળ ગામના – ૪, ફતેપુર ગામના – ૪૭, ચક્કરગઢ ગામના – ૨૧, મોટા ગોખરવાળા ગામના – ૫૭, નાના ગોખરવાળા ગામના – ૦૩, ચાંદગઢ ગામના – ૧૩, લાપાળીયા ગામના – ૫૩ અને અમરેલી શહેરના – ૩૦ તેમજ ધારી તાલુકાના જુના ચરખા ગામના – ૦૨, નવા ચરખા ગામના – ૦૬ તેમજ સાવરકુંડલા તાલુકાના સીમરણ ગામના -૩૩, ચરખડીયા ગામના -૧૮, ઓળીયા ગામના -૨૯, મોટા જિંજુડા ગામના -૦૪, બાઢડા ગામના -૫૨, સાવર સમાપાદર ગામના -૪૭ અને સાવરકુંડલા શહેરના – ૨૫ એમ કુલ મળી ૫૨૫ સર્વે નંબરોનો સમાવેશ થયેલ છે.

આ નોટીફીકેશનમાં જણાવેલ સર્વે નંબરો ધરાવતા લોકો પૈકી જો કોઈને વાંધો હોય તો તેઓ ૨૧ દિવસની મર્યાદામાં પ્રાંત અધિકારીશ્રી, અમરેલી સમક્ષ તેઓનો વાંધો રજૂ કરી શકશે તેમ સાંસદશ્રીએ તેઓની અખબારી યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/