fbpx
અમરેલી

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર ના સરકાર સામે મહિલા સલામતી ને લઈ અનેક વેધક સવાલોમહિલા અત્યાચારો ના ચોંકાવનારા આંકડા સરકાર જવાબ આપશે ?

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર ના સરકાર સામે મહિલા સલામતી ને લઈ અનેક વેધક સવાલોઅમરેલી આજે “મહિલા વિરૂદ્ધ હિંસા નિવારણ દિવસ” તરીકે એક કાળો દિવસ ગણાઇ રહ્યો છે તે અંગે પ્રત્યાઘાત આપતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ, અમરેલી જિલ્લા પંચાયત પુર્વ પ્રમુખ જેનીબેન ઠુમ્મરે જણાવ્યું હતું કે, મહિલા અનામતનાં સંસદમાં બિલ પસાર થઈ રહ્યા છે તેની અમલવારી કરવાનાં ઘણા લાંબા પછી કરવાની છે થશે કે કેમ તે બાબત ઉપર મહિલાઓમાં શંકા પ્રવર્તિ રહી છે. મહિલાઓ સાથે આ છેતરપીંડીનુંબિલ છે

મહિલા વિરૂદ્ધ હિંસા નિવારણ દિવસ માં ગુજરાતની મહિલાઓની શું પરિસ્થિતિ છે તે બાબતે આકડાકીય માહિતી આપતાં જેનીબેન ઠુમ્મરે જણાવ્યું હતુ કે, ૨૦૧૮ થી ૨૦૨૧ દરમ્યાન ૨૧૫૬ મહિલાઓ ઉપર બળાત્કારના કિસ્સા નોંધાયા છે અને જે નોંધાયા નથી તેના આકડા તો અનેક ગણા છે. સરકારી આકડા પ્રમાણે દર વર્ષે ૫૫૦ મહિલાઓ બળાત્કારનાં ભોગ બને છે નોંધાયા વગરનાં કિસ્સા કેટલા છે એ તો ભગવાન જ જણાવી શકે, ગુજરાતમાં ૩૭૬૨ મહિલાઓ તેમની ઉપર અત્યાચારની ફરિયાદ નોંધાવી ચુકી છે દર મહિને ૧૦૦ મહિલાઓ ઉપર અત્યાચાર થાય છે. ભાજપનું ગુજરાતમાં ઘણા લાંબા સમયથી શાસન ચાલે છે અને દેશમાં ભાજપનું શાસન આવ્યાં પછી માત્ર ૨૦૧૮ થી ૨૦૨૧ ની માહિતી પ્રમાણે અનેક મહિલાઓ ઉપર એસિડનાં એટેક થયા છે. સામુહિક બળાત્કારનાં પણ કેસો નોંધાયા છે. છેલ્લા ૫ વર્ષ દરમ્યાન ૬૦ થી વધારે મહિલાઓ ઉપર સામુહિક બળાત્કારનાં કિસ્સાઓ નોંધાયા છે. દર વર્ષે ૨૫૦ થી ૩૦૦ મહિલાઓની હત્યા થઈ રહી છે, હજારોની સંખ્યામાં મહિલાઓ ઘરે થી નીકળી ગયા પછી તેમનો હતો-પતો નથી, અનેક નાની યુવાનદિકરીઓનાં અપહરણ થયા છે

સ્કુલ, કોલેજમાં અભ્યાસ કરતી દિકરીઓનાં અપહરણ થયા પછી તેનો પણ હતો-પતો મળતો નથી. ત્યારે ગુજરાતમાં કઈ સલામતી છે તે મહિલાઓ હવે વિચારવાની જરૂરીયાત ઉભી થઈ છે. કોઇપણ બહેનને દુ:ખ પડે તો ૧૫ પૈસાનું પોષ્ટકાર્ડ લખવાની વાતો કરનારા ભાઇ આજે દિલ્હીમાં બેઠા છે અને તેમની બહેનોની સલામતી છે કે કેમ તે ભાઇએ ક્યારેય તપાસ કરી છે ખરી? હવે ગુજરાત ગાંધી, સરદારનું ગુજરાત નહીં પણ અત્યાચારી ગુજરાત બન્યું છે. આ ગુજરાત મોડલ આખા દેશમાં લાગું પડશે તો દેશની શું પરિસ્થિતિ થશે તે મહિલાઓએ પણ વિચારવાનો સમય પાકી ગયો છે તેવો એક વૈધક સવાલ સાથે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી જેનીબેન ઠુમ્મરે જણાવ્યું હતું. ગુજરાત સરકાર આ બાબતે શું કહેવા

અમરેલી આજે “મહિલા વિરૂદ્ધ હિંસા નિવારણ દિવસ” તરીકે એક કાળો દિવસ ગણાઇ રહ્યો છે તે અંગે પ્રત્યાઘાત આપતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ, અમરેલી જિલ્લા પંચાયત પુર્વ પ્રમુખ જેનીબેન ઠુમ્મરે જણાવ્યું હતું કે, મહિલા અનામતનાં સંસદમાં બિલ પસાર થઈ રહ્યા છે તેની અમલવારી કરવાનાં ઘણા લાંબા પછી કરવાની છે થશે કે કેમ તે બાબત ઉપર મહિલાઓમાં શંકા પ્રવર્તિ રહી છે. મહિલાઓ સાથે આ છેતરપીંડીનું
બિલ છે મહિલા વિરૂદ્ધ હિંસા નિવારણ દિવસ માં ગુજરાતની મહિલાઓની શું પરિસ્થિતિ છે તે બાબતે આકડાકીય માહિતી આપતાં જેનીબેન ઠુમ્મરે જણાવ્યું હતુ કે, ૨૦૧૮ થી ૨૦૨૧ દરમ્યાન ૨૧૫૬ મહિલાઓ ઉપર બળાત્કારના કિસ્સા નોંધાયા છે અને જે નોંધાયા નથી તેના આકડા તો અનેક ગણા છે. સરકારી આકડા પ્રમાણે દર વર્ષે ૫૫૦ મહિલાઓ બળાત્કારનાં ભોગ બને છે નોંધાયા વગરનાં કિસ્સા કેટલા છે એ તો ભગવાન જ જણાવી શકે, ગુજરાતમાં ૩૭૬૨ મહિલાઓ તેમની ઉપર અત્યાચારની ફરિયાદ નોંધાવી ચુકી છે દર મહિને ૧૦૦ મહિલાઓ ઉપર અત્યાચાર થાય છે. ભાજપનું ગુજરાતમાં ઘણા લાંબા સમયથી શાસન ચાલે છે અને દેશમાં ભાજપનું શાસન આવ્યાં પછી માત્ર ૨૦૧૮ થી ૨૦૨૧ ની માહિતી પ્રમાણે અનેક મહિલાઓ ઉપર એસિડનાં એટેક થયા છે. સામુહિક બળાત્કારનાં પણ કેસો નોંધાયા છે. છેલ્લા ૫ વર્ષ દરમ્યાન ૬૦ થી વધારે મહિલાઓ ઉપર સામુહિક બળાત્કારનાં કિસ્સાઓ નોંધાયા છે. દર વર્ષે ૨૫૦ થી ૩૦૦ મહિલાઓની હત્યા થઈ રહી છે, હજારોની સંખ્યામાં મહિલાઓ ઘરે થી નીકળી ગયા પછી તેમનો હતો-પતો નથી, અનેક નાની યુવાન
દિકરીઓનાં અપહરણ થયા છે સ્કુલ, કોલેજમાં અભ્યાસ કરતી દિકરીઓનાં અપહરણ થયા પછી તેનો પણ હતો-પતો મળતો નથી. ત્યારે ગુજરાતમાં કઈ સલામતી છે તે મહિલાઓ હવે વિચારવાની જરૂરીયાત ઉભી થઈ છે. કોઇપણ બહેનને દુ:ખ પડે તો ૧૫ પૈસાનું પોષ્ટકાર્ડ લખવાની વાતો કરનારા ભાઇ આજે દિલ્હીમાં બેઠા છે અને તેમની બહેનોની સલામતી છે કે કેમ તે ભાઇએ ક્યારેય તપાસ કરી છે ખરી? હવે ગુજરાત ગાંધી, સરદારનું ગુજરાત નહીં પણ અત્યાચારી ગુજરાત બન્યું છે. આ ગુજરાત મોડલ આખા દેશમાં લાગું પડશે તો દેશની શું પરિસ્થિતિ થશે તે મહિલાઓએ પણ વિચારવાનો સમય પાકી ગયો છે તેવો એક વૈધક સવાલ સાથે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખશ્રી જેનીબેન ઠુમ્મરે જણાવ્યું હતું. ગુજરાત સરકાર આ બાબતે શું કહેવા
માંગે છે અને મહિલા પ્રધાનો આ બાબતે શું કહેવા માંગે છે તેનો ખુલાસો કરે તેમ એક પ્રેસ નિવેદન કરી જણાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/