fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ સદગુરુ કબીર સાહેબ સેવા ટ્રસ્ટના કબીર ટેકરી સાવરકુંડલા ખાતે કબીર સાહેબના સિધ્ધાંતોને ચરિતાર્થ કરવા માટે સેવાકીય કાર્યોની અવિરત જ્યોત પ્રજ્વલિત થઈ રહી છે.. 

સાવરકુંડલા સંત શૂરાને દાતાની ભૂમિ છે. અહીંની કબીર ટેકરી આશ્રમ ખાતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે જેમાં મુખ્યત્વે કબીર સાહેબના સૂત્રો પ્રમાણે “લેને કો હરી નામ દેને કો ટુકડા ભલા” ને સાર્થક કરતી ટિફિન સેવા આશ્રમમાં જ રસોઈ તૈયાર કરી વાહન દ્વારા સાવરકુંડલામાં રહેતા નિરાધાર ૨૫૦થી વધારે પરિવારના ઘરે જઈને ટિફિન (ભોજન) તેમજ઼ પ્રસુતા બહેનોને ગાયના ઘીનો શીરો બનાવીને આપવાનું કાર્ય, સંત ભોજન ભંડારા અન્નદાન, ગૌસેવા, વિદ્યાદાન,( વિદ્યાર્થીઓની આશ્રમમાં રાખીને અભ્યાસ કરાવવો), ગરીબોને વસ્ત્રદાન, પક્ષીઓને ચણ, વૃક્ષારોપણ, વ્યસન મુક્તિ, શિવરાત્રીનો મેળો, કબીર સાહેબ એવોર્ડ, ગુરુ પૂર્ણિમા, દાન, પશુ માટે પાણીનો અવેડો અને જળ સહાય, આરોગ્યક્ષેત્રે, સાધુ સંતોની સેવા, યુવા વિકાસ કેન્દ્ર, આધ્યાત્મિક  પ્રવૃત્તિઓ, વાંચનાલય વિગેરે વર્તમાન મહંત શ્રી નારાયણ દાસ સાહેબની પ્રેરણા અને આશીર્વાદથી તેમના સેવકો અને દાતા ભક્તો તરફથી અવિરત પ્રતિદિન સેવા થઈ રહી છે. એક વખત સાવરકુંડલા પધારવાનું થાય તો આ કબીર ટેકરી આશ્રમની મુલાકાત લઈને પ્રત્યક્ષ પ્રમાણ નિહાળી મનભરીને દાન કરવા જેવું છે. આ સેવાકીય મહાયજ્ઞમાં યથા યોગ્ય આહુતિ આપી કૃતજ્ઞ થઈને સેવા કાર્યોમાં ભાગીદાર થઈને જીવનનો અમૂલ્ય લ્હાવો પણ લઈ શકાય ખરો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/