fbpx
અમરેલી

ચાલું વીજપ્રવાહે, રીપેરીંગ કરી, અવિરત વીજપુરવઠો જાળવી રાખતા લાઈનમેનોનું ૨૪ × ૭ ગ્રુપ દ્વારા અભિવાદનઆપણી સગવડતાઓ સાચવવા ખડે પગે કામ કરતાં નાના કર્મચારીઓને આપણે ભુલી જતાં હોઈએ છીએ – ડો. ભરત કાનાબાર

આપણી રોજબરોજની સવલતો જાળવી રાખવા તંત્રના કેટલાંક વિભાગના કર્મચારીઓ ખડે પગે ડયુટી કરતાં હોય છે, જેમાં વીજ વિભાગના ફિલ્ડમાં કામ કરતાં લાઈનમેનોની ભૂમિકા ખુબજ મહત્વની છે.આપણાં ઘર, દુકાનો અને ઓફિસોમાં વીજપુરવઠો અવિરતપણે ચાલું રહે તે માટે આ લાઈનમેનોને ઘણીવાર લાઈન રીપેર કરવા જોખમ ઉઠાવી ચાલું વીજપ્રવાહે કામ કરવું પડે છે. એમાં પણ મકરસંક્રાંતિ, દીવાળી જેવા તહેવારોમાં એમણે ઘણીવાર સતત ૨૪ કલાક ડયુટી બજાવવાનું પણ આવે છે.

આવા કર્મચારીઓની સેવા આપણને ઘણીવાર નજરમાં આવતી નથી. અમરેલીને ૨૪×૭ ગ્રુપ દ્વારા, આ બધા લાઈનમેનોને અભિનંદનપત્ર સાથે ઓર્ગેનિક ગોળની નાની ભેટ આપવાનો કાર્યક્રમ પી.જી.વી.સી.એલ. કચેરીમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં અમરેલી સર્કલના સુપ્રિટેન્ડન્ટ એન્જીનીયર સોમાણી સાહેબ, ડેપ્યુટી એન્જીનીયર સરવૈયા સાહેબ તથા ૨૪×૭ ગ્રુપના શ્રી. પી. પી. સોજીત્રા, ડો. ભરતભાઈ કાનાબાર, મધુભાઈ આજુગીયા, એડવોકેટ ચેતનભાઈ રાવળ, વિપુલભાઈ ભટ્ટી, પેન્ટર ડી.જી. મહેતા, નયનભાઈ જોષી (બેદી), સિકંદરખાન પઠાણ, પેન્ટર જોગી ઉપસ્થિત રહ્યા હતા.

ડો. ભરત કાનાબારે અગાઉ જે છાશવારે વીજળી ખોરવાઈ જતી તેના સ્થાને હવે રીપેર/મેઈન્ટેનન્સ સિવાય જવલ્લે જ વીજપુરવઠો ખોરવાય છે તે માટે ફીલ્ડમાં જીવના જોખમે કામ કરતાં લાઈનમેનોને બિરદાવ્યાં હતા.

નાગરિક બેંક અને માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન પી.પી. સોજીત્રાએ, શીફટ ડયુટીમાં કામ કરી, દિવાળીના તહેવારોમાં પોતાના પરિવારથી દુર રહી પણ શહેરના લોકોની સગવડતા સાચવવા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા માટે ફીલ્ડ સ્ટાફની પ્રશંસા કરી હતી.

અમરેલીમાં સેવાભાવી નાગરિકોનું ૨૪×૭ ગ્રુપ નિયમિતપણે અમરેલી સીવીલ હોસ્પીટલના દર્દીઓમાં બિસ્કીટસ, ફળોનું વિતરણ કરતું આવ્યું છે. તેમના આ “દર્દીના હમદર્દ” અભિયાનને માનવ મંદિરના પુ.ભકિતરામબાપુ તેમજ કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલા પણ અગાઉ બિરદાવી ચુકયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/