fbpx
અમરેલી

પ્રાકૃતિક કૃષિ થકી મારી જમીન વધુ ફળદ્રુપ બની, ઉત્પાદન વધ્યું. રાજ્ય સરકાર દ્વારા મને રુ.૨૧ હજારની સહાય મળી હતી : પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત ગોપાલભાઈ વિરાણી

વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને ગામેગામ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. લાભથી વંચિત હોય તેવા લાભાર્થીઓને “આપણો સંકલ્પ-વિકસિત ભારત” અંતર્ગત વિવિધ યોજનાકીય સહાયનો લાભ મળી રહે તે માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. લાભાર્થીઓને વધુમાં વધુ લાભ મળી રહે અને તેમના જીવનધોરણમાં હકારાત્મક પરિવર્તન આવે, તેમની આર્થિક અને સામાજિક ઉન્નતિ થાય તેવા હેતુ સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ શરુ છે. આજરોજ જિલ્લાના સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાના અધ્યક્ષ સ્થાને સાવરકુંડલાના બાઢડા પ્રાથમિક શાળા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો હતો.

      વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં સાવરકુંડલાના બાઢડા-સૂરજવડીના વતની શ્રી ગોપાલભાઈ વિરાણીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં પોતાના પ્રાકૃતિક કૃષિલક્ષી અનુભવો જણાવ્યા હતા. શ્રી ગોપાલભાઈએ ૪૦ વીઘા જમીનમાં ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ કરીને વાર્ષિક રુ.૧૦ થી રુ.૧૨ લાખની કમાણી કરી રહ્યા છે. શ્રી ગોપાલભાઈએ વર્ષ ૨૦૦૪માં સુરતથી વતન બાઢડા-સૂરજવડીના પરત આવીને ખેતી શરુ હતી. છેલ્લા કેટલાક વર્ષથી તેઓ ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે. ઉલ્લેખનીય છે કે,  વર્ષ ૨૦૨૩-૨૪ના અંદાજપત્રમાં કૃષિમાં ગુણાત્મક વૃદ્ધિ માટે પ્રાકૃતિક કૃષિ, બાગાયત પાકો, ફાર્મ મિકેનાઇઝેશન, સ્માર્ટ ફાર્મિંગ તેમ જ એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસીંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. શ્રી ગોપાલભાઈને રાજ્ય સરકાર દ્વારા શરુઆતમાં રુ.૨૧ હજારની સહાય આપવામાં આવી હતી.

         શ્રી ગોપાલભાઈ વિરાણીએ પોતાના પ્રાકૃતિક કૃષિલક્ષી અનુભવો વિશે જણાવ્યુ હતુ કે, પ્રાકૃતિક કૃષિ થકી મારી જમીન વધુ ફળદ્રુપ બની છે અને ઉત્પાદન પણ વધ્યું છે. રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડસનો ઓછામાં ઓછો ઉપયોગ કે, નહિવત ઉપયોગ અને માત્ર ઘન જીવામૃતથી સારું પાક ઉત્પાદન મેળવી શકાય છે. શ્રી ગોપાલભાઈ પોતાની ખેતીની જમીનમાં ઘઉં, ચણા, મગફળી સહિતના પાકનું વાવેતર કરે છે અને પાકનો સારો ભાવ પણ મળી રહ્યો છે. શ્રી ગોપાલભાઈ વિરાણીએ ખેડૂતોને રસાયણ અને પેસ્ટીસાઈડ્સ મુક્ત ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો.

        ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ગૌ આધારિત પ્રાકૃત્તિક કૃષિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ઝેરમુક્ત કૃષિ સમયની જરુરિયાત હોય સૌ ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવે તે જરુરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/