fbpx
અમરેલી

ગુજરાતની ૧૫૭ નગરપાલિકા, ૮ મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લાં પાંચ વર્ષથી વીજબિલ ભર્યું નથીગુજરાત સરકારનું દેવું ૩,૦૦૯૬૩ કરોડ, ૫૦૩ કરોડ ૩૫ લાખ અને ૫૭ હજાર રૂપિયા જેટલી રકમ ફક્ત વીજબિલ પેટે ભરવાની બાકી

ગુજરાતની એક બાદ એક નગર પાલિકાઓ દેવાળું ફૂંકી રહી છે. ગુજરાતની નગર પાલિકાઓ પોતાનું લાઈટ બિલ ભરી શકી નથી. વિકાસના બણગા ફૂંકતા ગુજરાતમાં મોટી મોટી વાતો થાય છે. પરંતુ જમીની હકીકત કંઈ બીજી જ છે. ગુજરાતની પાલિકાઓમાં અંધેર નગરી જેવો વહીવટ ચાલી રહ્યો છે. ટેક્સ ચૂકવ્યા બાદ પણ લોકોને તૂટેલા રસ્તાઓ, ખાડા, રખડતા ઢોરો, ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

ત્યારે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તમે તો ટેક્સ ભરી દો, પરંતું શું તમારી પાલિકા ટેક્સ ભરે છે. ગુજરાતની અનેક પાલિકાઓએ અનેક બિલ ચૂકવ્યા નથી. ગુજરાતની ૧૫૭ નગરપાલિકા, ૮ મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લાં ચાર-પાંચ વર્ષથી વોટર વર્કસ અને સ્ટ્રીટ લાઈટનું વીજબિલ ભર્યુ જ નથી. વીજબિલ પેટે ૫૦૩ કરોડ ૩૫ લાખ અને ૫૭ હજાર રૂપિયા જેટલી રકમ વીજબિલ પેટે ભરવાની બાકી છે. જેથી ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડે આ રકમ ભરવા આદેશ કર્યો છે.

ઉર્જા વિતરણ કંપનીઓને ગુજરાતના વિવિધ પાલિકા અને નગરપાલિકાઓ પાસેથી ૨૪૩.૪૪ લાખ જેટલા રૂપિયા વસૂલવાના થાય છે. જે કુલ બાકી વીજબિલની રકમના ૫૦ ટકા કહેવાય. ત્યારે સરકારે પેન્ડિંગ બીલ તરત ભરી દેવા નગરપાલિકાઓને આદેશ કર્યો છે. જાે સમયસર ચૂકવણી ન થાય તો શક્ય છે કે તમારા ઘરની બહાર અંધારું જાેવા મળશે. સ્ટ્રીટ લાઈટો ચાલુ નહિ થાય. ગુજરાત દેવા તળે ડૂબી રહ્યું છે. ગુજરાતના માથા પર દેવાનો ડુંગર મોટો થઈ રહ્યો છે. હવે તો સ્થિતિ એવી થઈ ગઈ છે કે, ગુજરાત સરકારનું દેવું ૩,૦૦૯૬૩ કરોડ પર પહોંચી ગયું છે.

આવામાં ગુજરાતની અનેક પાલિકાઓમાં જનપ્રતિનિધિઓને બદલે વહીવટદારોનો કબજાે છે. ક્યાંક ડેપ્યુટી કલેક્ટર તો ક્યાંક મામલતદારોથી વહીવટ ચાલી રહ્યો છે. આ કારણોસર ટેક્સની વસૂલાત અને વીજબિલની રકમ ચૂકવવાની બાકી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે, શું આ દેવુ ચૂકવવા નવુ દેવુ કરવાનું. આવામાં જનપ્રતિનિધિઓની નિમણૂંક સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણી પર આધારિત છે. જે હાલ યોજાવાની કોઈ શક્યતા દેખાઈ નથી રહી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હજી પેન્ડિંગ છે. તેથી લોકસભાની ચૂંટણી નજીક હોવાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર અસર થઈ રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/