fbpx
અમરેલી

લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત, વિવિધ યોજનાઓનો સ્થળ પર લાભાર્થીઓને સીધો જ લાભ આપવામાં આવ્યો

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વવાનના પગલે વર્ષ-૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ‘ વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું પરિભ્રમણ થઈ રહ્યું છે. આ કડીના ભાગરુપે અમરેલી જિલ્લાના સ્માર્ટ વિલેજ અને કુંકાવાવ તાલુકાના ગામ મોટા ઉજળા ખાતે કાર્યક્રમ સંપન્ન થયો હતો. નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા અને કેન્દ્રીય સંરક્ષણ વિભાગના નિયામકશ્રી અનુપ ખીંચીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સમારોહ અંતર્ગત આવી પહોંચેલા ડિજિટલ રથનું ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું.

         કાર્યક્રમને સંબોધતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ વડિયા વિસ્તારના ધારાસભ્યશ્રી, કૌશિકભાઈ વેકરિયાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ વર્ણવી હતી. વડાપ્રધાનશ્રીના નેતૃત્ત્વમાં  દેશ અને રાજ્યમાં છેલ્લા ૦૯ વર્ષોમાં કલ્યાણકારી યોજનાઓ દ્વારા આવેલા આમૂલ પરિવર્તનોનાં કેટલાક દ્રષ્ટાંતો ટાંક્યા હતા. તેમણે જણાવ્યુ કે, ભૂતકાળમાં સામાન્ય માણસને ગેસનું કનેક્શન લેવા માટે પણ તકલીફ વેઠવી પડતી હતી, પારંપારિક ઈંધણથી ચાલતા ચુલ્લાઓના કારણે સર્જાતી સ્વાસ્થ્યની સમસ્યામાંથી મહિલાઓને મુક્તિ મળી છે તે માટે ઉજ્જવલા યોજના માધ્યમ બની છે. ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ આવી કલ્યાણકારી યોજનાઓને અંતિમ લાભાર્થી સુધી પહોંચાડવાના હેતુથી પરિભ્રમણ કરી રહી છે.  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ થકી કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા સરકાર અને વહીવટી તંત્ર કટિબદ્ધ છે. આ પ્રસંગે તેમણે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ થકી યુવાનો વધુમાં વધુ સંખ્યામાં લાભ લે અને લાભ માટે નોંધણી કરાવે તેવી અપીલ કરી હતી. તેમણે ‘વોકલ ફોર લોકલ’, અટલ પેન્શન યોજના, નલ સે જલ યોજના સહિતની અનેક કલ્યાણકારી યોજનાઓ સાથે વડાપ્રધાનશ્રીનો સંદેશો અંતિમ લાભાર્થી સુધી પહોંચે અને છેવાડાનો માનવી મુખ્ય પ્રવાહ સુધી જોડાય તે માટે સામૂહિક પ્રયાસો કરવા માટે અપીલ કરી હતી.

                આ પ્રસંગે કેન્દ્ર સરકારના પ્રતિનિધિ અને સંરક્ષણ વિભાગના નિયામકશ્રી અને ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના જિલ્લા પ્રભારીશ્રી અનુપ ખીંચીએ જણાવ્યુ હતુ કે, આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણ માટે સૌએ સંકલ્પ લઈ મહેનત કરવી પડશે. જે લાભાર્થીઓને લાભ મળી રહ્યો છે તેમણે વિવિધ યોજનાઓ વિશે બાકી રહેતા લાભાર્થીને જાણ કરી તેમને મળવા પાત્ર યોજનાઓ વિશે જાણકારી આપવી. આ સાથે તેમણે તમામ યોજનાઓમાં ૧૦૦ ટકા લાભાર્થીઓને જોડવાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા સહિયારા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.

         કાર્યક્રમમાં ડિજિટલ રથના માધ્યમથી ગ્રામજનો સહિત અધિકારીશ્રીઓ અને ઉપસ્થિત સૌએ વડાપ્રધાનશ્રીનો વર્ચ્યુઅલ સંદેશો સાંભળ્યો હતો. કાર્યક્રમમાં પશુ આરોગ્ય ચકાસણી, ગ્રામજનોનું આરોગ્ય નિદાન, આંગણવાડી, પ્રાકૃતિક કૃષિ, નેનો યુરિયા, પીએમ કિસાન, ઉજ્જવલા યોજના સહિતની વિવિધ ૧૭ જેટલી કલ્યાણકારી યોજનાઓની પ્રદર્શની અને સ્થળ પર રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. 

         કાર્યક્રમના અંતે સ્માર્ટ વિલેજ તરીકેની સિદ્ધી મેળવનાર મોટા ઉજળા ગામના સરપંચશ્રી વિપુલભાઈ ખીમાણી અને પંચાયતના તલાટી મંત્રીશ્રી તેમજ સદસ્યોને ઉપસ્થિત મહાનુભાવો અને અધિકારીશ્રીઓના હસ્તે સન્માન પત્રક એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કૃષિ દવાઓના છંટકાવ સહિત ઉપયોગી ડ્રોનનું નિદર્શન કરવામાં આવ્યું હતું. વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા યોજનાઓનો લાભ લેવા માટે જરુરી આધાર પુરાવા અને મળવા પાત્ર લાભ વિશે ગ્રામજનોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત ‘વિકસિત ભારત’ના નિર્માણ માટેના સંકલ્પના શપથ લેવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં મોટા ઉજળા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિના મહત્ત્વને ચરિતાર્થ કરતા નાટક ‘ધરતી કરે પુકાર’ની પ્રેરક પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

     આ કાર્યક્રમમાં  ઈન્ચાર્જ કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચાવડા,  જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કાનાણી, કુંકાવાવ અને અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના સદસ્યો, ગ્રામજનો, શાળાના આચાર્યશ્રી, શિક્ષકો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/