fbpx
અમરેલી

સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ માં નવેમ્બર માસમાં 35 સિઝરીયન અને 149 નોર્મલએક માસમાં 184 પ્રસુતિ કરવામાં આવી.

ગાયનેક વિભાગના સ્પેશિયલ ડોક્ટરની અનોખી કામગીરી… સમગ્ર જીલ્લા માંથી સાવરકુંડલા સીવીલ હોસ્પિટલમાં પ્રસુતિ માટે સગર્ભાઓ આવી રહી છે. સાવરકુંડલા ખાતે આવેલ કે.કે.મહેતા સરકારી સિવિલ હોસ્પિટલ જે પેટા અમરેલી જિલ્લા કક્ષાની હોસ્પિટલ છે જેમાં અધિક્ષકના માર્ગદર્શન તળે ગાયનેક પ્રસૂતિ વિભાગમાં ગાયનેકોલોજિસ્ટ ડોકટર કિરણ આહીર, મેડિકલ ઓફિસર, NPM તેમજ નર્સિંગ સ્ટાફની ટીમ અને વર્ગ ચારના હાઉસ કીપીંગ સ્ટાફના સહયોગથી નવેમ્બર માસ દરમિયાન 184 પ્રસૂતિઓ કરવામાં આવેલ. જેમાં 35 સીઝરીયન અને 149 નોર્મલ પ્રસુતિ તેમજ જોખમી પ્રસૂતિઓ કરવામાં આવેલ તથા આયર્ન શુક્રોજ, હિસ્ટ્રેક્ટોમિ, ગર્ભાશયની કોથળીનું ઓપરેશન, ટાંકાવાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, ટી.એલ.કુટુંબ નિયોજન ઓપરેશન વગેરે સેવાઓ આપવામાં આવે છે તેમજ આ તમામ સારવાર આયુષ્માન કાર્ડ અંતર્ગત ઉપલબ્ધ છે.

સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2023 ના 11 માસ દરમિયાન કુલ 911 પ્રસુતિ કરવામાં આવી હતી જેમાં 145 સીઝરીયન કરી ડિલિવરી કરાઈ હતી તેમજ, 150 જેટલી બ્લડ ટ્રાન્સફ્યુઝન, પી.પી.આઈ.ઈ.યુ.સી.ડી 425, ગાયનેક ઓપીડી 6000થી  વધુ બહેનોની સારવાર, તપાસ, નિદાન અને દવાઓ વિનામૂલ્યે આપી રાજ્ય સરકાર દ્વારા સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવી રહી છે જેનો લાભ વધુમાં વધુ દર્દી નારાયણને મળી રહે તેવું આયોજન કરવામાં આવેલ છે.

              આ ઉપરાંત અત્રેની હોસ્પિટલ ખાતે નવજાત શિશુની સારવાર માટે બાળકોના નિષ્ણાંત ડો. જતિન રાજ્યગુરુ દ્વારા નવજાત બાળક માટે ઘનિષ્ઠ નવજાત શિશુ સારવાર વિભાગ પણ ઉપલબ્ધ છે તેમજ દર સોમવાર અને ગુરુવાર ના રોજ અઠવાડિયામાં બે દિવસ રસીકરણ કેન્દ્ર ઉપલબ્ધછે તેમજ ડો.જતિન રાજ્યગુરુ બાળ રોગ નિષ્ણાંત તેમજ ડો.જિસન વાઘેલા  રેડિયોલોજિસ્ટ સોનોગ્રાફીની સેવાઓ સી.એમ.સેતુ અંતર્ગત ઈમરજન્સી ચોવીસ કલાક MLC, લેબોરેટરીની સુવિધાઓ સગર્ભા માતાઓ અને બાળકને રાજય સરકાર આરોગ્ય વિભાગ આપવામાં આવી રહી છે.

સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સિઝરીયન અને નોર્મલ ડિલિવરી માટે આવનાર બહેનોને શુધ્ધ ઘી માં બનાવી પ્રસુતિ સમયે બહેનોને આપવામાં આવેછે તેમજ બપોરના સેવાભાવી ભરતભાઈ વિસાણી દ્વારા દર્દીઓ અને તેમની સાથે રહેલાઓને શુધ્ધ ભોજન, રાત્રીના સમયે કબીર આશ્રમ દ્વારા ભોજન પીરસવામાં આવી રહ્યું છે. સાવરકુંડલા તાલુકાના કાનાતળાવ ખાતે આવેલ શ્રી શિવ દરબાર આશ્રમ ના પરમ પૂજ્ય ઉષામૈયા માતાજી દ્વારા દરેક પ્રસૂતા બહેનોને સુખડી અને નવજાત બાળક માટે કપડાં આપવામાં આવી રહ્યા છે. સાવરકુંડલાની કે.કે.મહેતા સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે સમગ્ર અમરેલી જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના વિવિધ શહેરો અને ગામો ની સગર્ભા બહેનોની સિઝરીયન તથા પ્રસુતિ માટે આવી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/