fbpx
અમરેલી

નકલીને સખ્તરીતે નશ્યત કરવા માટે  કડક અને સખ્ત કાનૂન હવે આવશ્યક છે.. બેખૌફ થઈને ઠગાઈ કરતાં ઠગોને માટે હવે સરકારે  કડકમાં કડક  કાનૂન બનાવવા જોઈએ કે નહીં? આજનો યક્ષપ્રશ્ન.. 

ગુજર હી જાયેંગી યે જીંદગી અગર ઉસને બખ્શી હૈ, તો નકલી દિખાવે કા યે બહુરૂપ રહને દો.. જૈસી ભી હૈ અપની તો હૈં, દૂસરેં  રૂતબોં કા નકલી ચોલા પહનકર છલાવેં કા યે કારોબાર અબ રહને દો.–“પાંધી સર” આપણે અવારનવાર આ દુનિયામાં બનતાં નકલી કૌભાંડો જોયા છે. ક્યારેક નકલી નોટ, તો કોઈ વખત નકલી વસ્તુઓ, નકલી બેંક એકાઉન્ટ, નકલી બિલો, નકલી દસ્તાવેજો, વગેરેનો તો આપણને ક્યારેક કદાચ પરિચય પણ  થયો હશે..

અરે ભાઈ નકલી કચેરીઓ અને નકલી પી. એ., નકલી અધિકારીઓના સ્વાંગમાં  આ સમાજની અંદર બેખૌફ થઈને ઘૂમતાં ઠગોની દુનિયાની પણ એક અનોખી માયાજાળ હોય છે. આવી નકલીની ભરમાર વચ્ચે ઘણીવાર અસલીને ઓળખવું અઘરું થઈ જાય છે. જો કે આ દુનિયામાં અંતે તો કિંમત અસલીની જ થાય છે. પિતળ અને સોનું એક સમાન તો નથી હોતા પરંતુ ઘણીવખત નકલી વસ્તુઓ કે વ્યક્તિઓનું બાહ્ય પરિરૂપ અસલીથી ચાર ચાસણી ચડે એવો ક્ષણિક ભાસ ઉભો કરી જાય છે. . પેલું ડોન પિક્ચર જોયું હોય તેને ખ્યાલ હશે કે અસલી અને નકલીની ભેદરેખાને સમજવી કેટલી કઠીન હોય છે. 

આપણે પણ  આ અસલી નકલીના ચક્કરમાં થાપ ખાઈ જતાં હોઈએ છીએ. પછી તો દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે એવું થાય. અંતે નકલી એ નકલી છે. અને ઓરિજિનલ એ ઓરિજિનલ છે.!! જો કે નકલી અને બનાવટીને અંતે તો કાનૂની સકંજામાં આવવું પડે છે. પરંતુ ત્યાં સુધીમાં ઘણાને આ અસલી નકલીનો પરચો મળી ચૂક્યો હોય છે. હા, ઘણી વખત નકલી સહીઓ કરીને અસલીમાં ખપાવવાની એ ભાંજગડમાં ભાંડો ફૂટે પણ ખરો પરંતુ આ તો ઠગોની દુનિયા છે. એનામાં આટલી સાહસિકતા અને હિંમત કેમ આવતી હશે? એ યક્ષપ્રશ્ન છે..!! આ નકલીના કારોબારને કાયદાકીય રીતે સખ્તાઈથી નશ્યત થાય એવાં કડક કાનૂનની હવે આ દેશમાં જરૂર નથી લાગતી? આ સવાલનો ઉત્તર આપ વાંચકોના મનોમંથન માટે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/