fbpx
અમરેલી

કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા નો ડમી પી.એ. ઝડપાયો.

અમરેલી જિલ્લાના વતની અને કેન્દ્રના મિનિસ્ટર પુરુષોત્તમભાઈ રૂપાલા ના ડમીપીએ બની અને ધમકાવવાની ઘટના સામે આવી છે.અમરેલી જિલ્લાના સાવરકુંડલા થી પાંચ કિલોમીટર દૂર હાથસણી રોડ ઉપર માનવ મંદિર મનોરોગી આશ્રમ આવેલો છે જ્યાં નિરાધાર અને રખડતા ભટકતા મનોરોગીઓ ને વિનામૂલ્યે દાખલ કરવામાં આવે છે. આશ્રમ ના ભક્તિ બાપુ અને વિશાળ સેવક સમુદાય અને ટ્રસ્ટીઓ દ્વારા આ સેવા માં સહયોગ આપવામાં આવી રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં ૧૧૬ પાગલ મહિલાઓ સાંજી થઈ પુનઃ સમાજમાં પ્રસ્થાપિત થઈ છે.

આ આશ્રમના એક ટ્રસ્ટી કે જે પ્રસિદ્ધ લોકસાહિત્યકાર છે એવા મનસુખભાઈ વસોયા ને એક અજાણ્યા નંબર માંથી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા નો પીએ બોલું છું તેમ કહી ધમકી આપતો ફોન આવ્યો જેમાં કોઈ પાગલ પુરૂષને દાખલ કરવા માટેનું ખાસ દબાણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે મનસુખભાઈ તેમને વિનંતી કરી અને જવાબ આપ્યો કે આ આશ્રમમાં ફક્ત મહિલાઓ ને જ દાખલ કરવામાં આવે છે પુરૂષો ને દાખલ કરવામાં નથી આવતા. છતાં પણ ડમી પી એ દ્વારા તેમને કડક ભાષામાં વાત કરવાનું ચાલુ રાખ્યું અને થોડીવાર પછી બીજો ફોન આવ્યો કે તમારી ૧૧ લાખની ગ્રાન્ટ કેન્સલ કરાવી છે ત્યારે મનસુખભાઈ એવું કહ્યું કે આ આશ્રમ દાતાઓના દાન થી ચાલે છે અહીં ક્યારેય સરકારી ગ્રાન્ટ આવી નથી

 આવા ધમકી ભર્યા અને કડક ભાષાના ફોનની ક્લિપ મનસુખભાઈ એ અમરેલી ખાતે  પુરુષોત્તમભાઈ રૂપાલા ના મદદ કાર્યાલય એ મોકલી અને પોતાની હકીકત જણાવી જેના આધારે કાર્યાલય મંત્રી હિરેનભાઈ વાળાએ સાવરકુંડલા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ફરિયાદને આધારે અને મોબાઈલ નંબરના લોકેશનને આધારે અમરેલી એલસીબીએ આ ડમી પી.એ.ને ઝડપી પાડ્યો અને હાલ સાવરકુંડલા પોલીસ આ શખ્સની આકરી પૂછપરછ કરી રહી છે. આ ડમી પી.એ. નું નામ છે ભાવેશ ગોયાણી રહેવાસી પરવડી તાલુકો ગારીયાધાર નો છે. આ વ્યક્તિ દ્વારા અન્ય કઇ કઇ જગ્યાએ ડમી પી.એ. બની આવું કર્યું છે તે બાબતે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે. સાવરકુંડલા ડી.વાય.એસ.પી. હરેશ વોરા દ્વારા પણ આ વ્યક્તિ દ્વારા કોઈને ફોન આવેલ હોય તો તાત્કાલિક સાવરકુંડલા પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/